અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં 4.8 ની તીવ્રતાનો ભૂકંપ

  • ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 18 કિ.મી ભાયાસર ગામે નોંધાયું
  • કોઇ જાનહાનિ નહિ, અમરેલી ઉપરાંત વડિયા, સાવરકુંડલા, જેતપુરમાં આંચકો અનુભવ્યો : સવારે ભુકંપ આવ્યો અને સાંજે અમરેલીમાં કાચું મકાન બેસી ગયું

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો આજે સવારે 7.41 સૌરાષ્ટ્રભરમાં અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.8 ની હતી. આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકો સફાળા ઘરની બહાર આવી ગયા હતા. કંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે. છેલ્લા એક મહિનામાં આ ભૂકંપનો બીજો મોટો આંચકો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા 14 આંચકા અનુભવાયા છે. અમરેલી શહેરમાં આજે સવારે આવેલા ભુકંપનો આંચકો આવ્યો હતો અને છેક સાંજે મીલન કુલ્ફી નજીક કસ્બાવાડમાં આવેલ જાવેદખાન એચ.પઠાણની કાચુ મકાન પ્રથમ દિવાલમાં તીરાડો પડયા બાદ દિવાલો પડી હતી સદનસીબે જાનહાની ટળી હતી.જોકે સિસ્મોલોજિસ્ટે કહૃાું હતું કે હજી બે-ત્રણ દિવસ હજી આટર શોક્સ આવશે, પણ હાલ મોટો ભૂકંપ આવવાની શક્યતા નથી.મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ ભૂકંપની વિશે માહિતી મેળવી રહૃાા છે. તેમણે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.આ ભૂકંપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ચોટિલા, જામનગર વડિયા, ભાવનગર કોટડાસાંગણા, ગોંડલ અને દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોને ફરી 2001 ના ભૂકંપની યાદ આવી ગઈ હતી. એક બાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા ફફડાટ વ્યાપી ગયો હતો.