અમરેલી સહિત 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 કર્ફયુ

હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય : મોટા શહેરોમાં પણ રાત્રી ર્ક્ફયુંતા.10 થી લગ્ન સમારોહમાં 100 લોકોની જ છુટ : તા.7 થી 30 સુધી તમામ મેળાવડા ઉપર સંપુર્ણ પ્રતિબંધ
તા.30 સુધી તમામ સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રહેશે : કલેકટર અને એસપીને વિશેષ સતાઓ
અમરેલી શહેર માટે સરકારનો નિર્દેશ જિલ્લાના તાલુકા મથકો માટે કલેકટરશ્રી નિર્ણય લેશે

 

અમરેલી,રાજ્યમાં કોરોનાનાં વધતા કેસથી ચિંતિત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ બોલાવેલી બેઠક બાદ અમરેલી સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારના 6 સુધી રાત્રી કર્ફયુની જાહેરાત કરી છે.
હાઇ પાવર કમિટીની બેઠક બાદ મુખ્યમંત્રીએ લેવાયેલ નિર્ણયની જાણ કરી હતી જેમાં અમરેલી સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે.
હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયમાં મોટા શહેરોમાં પણ રાત્રી ર્ક્ફયું હતો હવે તેમાં ઉમેરો થયો છે આ ઉપરાંત આજે લેવાયેલ નિર્ણય મુજબ તા.10 થી લગ્ન સમારોહમાં 100 લોકોની જ છુટ અપાશે તથા આજે તા.7 થી 30 સુધી તમામ મેળાવડા ઉપર સંપુર્ણ પ્રતિબંધ લાગુ કરાયો છે અને તા.30 સુધી તમામ સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રહેશે તથા જે તે વિસ્તારોમાં કલેકટર અને એસપીને વિશેષ સતાઓ આપવામાં આવી છે.
રાત્રી કર્ફયુ અમરેલી શહેરમાં જ છે કે જિલ્લાના કુંડલા, રાજુલા જેવા મોટા શહેરોમાં છે તે હજુ નક્કી નથી થયુ પણ અમરેલી શહેર માટે સરકારનો નિર્દેશ અપાયો છે અને જિલ્લાના તાલુકા મથકો માટે આજે સવારે 10 વાગ્યે વિડીયો કોન્ફરન્સ બાદ કલેકટરશ્રી નિર્ણય લેશે.