અમરેલી સહિત 27 પાલીકાની રીવ્યુ બેઠક યોજતા શ્રી ભંડેરી

  • ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ પદે
  • નગરપાલિકાઓને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો મહતમ ઉપયોગ થાય તે અંગે સમીક્ષા કરવી જરૂરી
  • નગરપાલિકાઓની ચુંટણી પુર્વે ગ્રાન્ટનો મહતમ ઉપયોગ લોકો માટે થાય તે માટે ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડ પ્રયત્નશીલ
  • સોમનાથ મહાદેવના દર્શન કરી દેશમાંથી કોરોનાનો ખાતમો થાય તેવી પ્રાર્થના સાથે બેઠકનો પ્રારંભ
  • અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બગસરા, જાફરાબાદ, લાઠી, બાબરા,ચલાલા,દામનગરની પાલીકાઓએ ભાગ લીધો

અમરેલી,ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો વેગવંતા બન્યા છે ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધાર સ્તંભોથી રાજ્યની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વ વ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓથી લઇ માળખાકીય અને આંતર માળખાકીયા સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યમાં આગામી નગરપાલિકાઓની ચુંટણીઓ પુર્વે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં લોકહીતના કાર્યોમાં વપરાય તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા રાજ્યમાં ઝોનવાઇઝ નગરપાલિકાઓની રીવ્યુ બેઠકનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં રાજ્યની 156 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસરો સાથે સંપુર્ણ સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાજકોટ ઝોનની 30 નગરપાલિકાઓની બેઠક ગોંડલ ખાતે યોજાઇ હતી. અને ત્યાર બાદ ભાવનગર ઝોનની 4 જિલ્લા જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાની કુલ 27 નગરપાલિકાઓના પદાધિકારીઓ તથા અધિકારીઓની રીવ્યુ બેઠક સોમનાથ વેરાવળ ખાતે યોજાઇ હતી. આ બેઠકના પ્રારંભ પુર્વે ધનસુખ ભંડેરીએ દેવાધીદેવ મહાદેવ સોમનાથ દાદાનું પુજન અર્ચન કરી દેશ ઝડપભેર કોરોના મુક્ત થાય તે અંગે પ્રાર્થના કરી આ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આ બેઠકનો ગુજરાત બીજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર અને સોમનાથ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેનના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકના અધ્યક્ષ સ્થાને ધનસુખ ભંડેરીએ માર્ગદર્શન આપ્યુ હતુ. અને આવનારા દિવસોમાં સુરત ઝોનની 19 નગરપાલિકાની ભરૂચ ખાતે, વડોદરા ઝોનની 26 નગરપાલિકાની દાહોદ ખાતે, અમદાવાદ ઝોનની 25 નગરપાલિકાની નડીયાદ ખાતે, ગાંધીનગર ઝોનની 29 નગરપાલિકાની ગાંધીનગર ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવશે. આ અંતર્ગત ભાવનગર ઝોનની 27 નગરપાલિકાઓ માટે ગીર સોમનાથ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લાની અમરેલી નગરપાલિકા, સાવરકુંડલા, રાજુલા, બગસરા, જાફરાબાદ, લાઠી, બાબરા, ચલાલા, દામનગર, ગીર સોમનાથ વેરાવળ પાટલ, ઉના, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, જુનાગઢ, કેશોદ, માંગરોળ, માણાવદર નગરપાલિકા, ચોરવાડ નગરપાલિકા, વિસાવદર, બાટવા, ભાવનગર, જિલ્લાની મહુવા, પાલીતાણા, ગારીયાધાર, તળાજા, વલ્લભીપુર નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ હતી આ રીવ્યુ બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના સીઇઓ પટણી ભાવનગર ઝોન પ્રાદેશિક કમિશ્નર યોગેશ નિરગુડે, એ.ડી. કલેકટર આર.આર.ડામોર, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના નટુભાઇ દરજી, ભાવીનભાઇ, અધિકારી ભરત પી. વ્યાસ, વેરાવળ, નગરપાલિકાના ચીફ ઓફીસર જતીન મહેતા સહિતના સાથે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.