અમરેલી સાવરકુંડલા રોડ પર સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી જતા ડ્રાઇવરને ઇજા

અમરેલી, અમરેલી સાવરકુંડલા રોડ ઉપર નારણગિરિ બાપુની મઢી પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ડ્રાઈવર સરબજીતસિંહ ઈજા ગ્રસ્ત 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો જીજે 10 એકસ 7742 નબરનો મનીષભાઈ ભાલું ની માલિકીનો ટ્રક અલ્ટ્રા ટેક સિમેન્ટ ભરી રાજુલાથી આવતો હતો ડ્રાઈવર સરબજીતસિંહ ને જોલું આવી જતા અમરેલી થી ત્રણ કિલોમીટર સાવરકુંડલા રોડ પર આવેલી નારણગિરિ બાપુની મઢી પાસે ડ્રાઈવર ને નીંદર આવિજતા રોડની સાઇડમાં પલ્ટી મારી ગયો હતો જેમાં ડ્રાઈવર ને માથાના ભાગે ઈજા થતાં 108 મારફતે અમરેલી હોસ્પિટલ ખસેડાયો હતો