- લાઠી બાબરાના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા
- લાઠી બાબરાના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલને રજુઆત
અમરેલી,
અમરેલીમાં કોરોના દર્દીઓની સંખ્યા 95 ઉપર પહોંચી જઈ છે. અને 9 દર્દીઓની મૃત્યુ થયેલ છે. નજીકના દિવસોમાં કોરોનાના વધારે કેસો થવાની સંભાવના રહેલી છે. હાલ અમરેલી સિવીલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તથા ફેફસાના સ્પેશ્યાલીસ્ટ કોઈ ડોકટર નથી તેથી અમરેલીની પ્રજાના હિતમાં તાત્કાલીક અમરેલી સિવીલ હોસ્પિટલમાં કોરોના સ્ટેસ્ટીંગ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ ફેફસાના સ્પેશ્યાલીસ ડોકટરની નિમણૂક કરવા કક્ષાએથી આગળની યોગ્ય કાર્યવાહી થવા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલને રજુઆત કરેલ છે.