અમરેલી સિવીલ હોસ્પિટલમાં વરસાદી પાણીનો ડ્રેનેજમાં નિકાલ નથી થતો

  • અમરેલીમાં હજુ પણ વરસાદી પાણી ગયુ નથી
  • વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ ગટર હજુ પણ બંધ

અમરેલી,
અમરેલીમાં આઠ દિવસથી વરસાદ બંધ છે છતા હજુ પણ વરસાદી પાણી ગયુ નથી તેનો પુરાવો અમરેલી સિવીલમાં વરસાદી પાણીનો ડ્રેનેજમાં નિકાલ નથી થતો તે છે અહીં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ ગટર હજુ પણ બંધ છે અત્રે ઉલ્લેખનીય છે કે રેડક્રોસ પાસે વેરહાઉસીંગના દરવાજા પાસે વરસાદી પાણીના નિકાલ માટેના તંત્ર 3 પાઇપ નાખતા ભુલી ગયુ હતુ તે પાઇપ નખાયા છતા પણ ગટરમાંથી પાણીનો નિકાલ થયો નથી અને કરોડો રૂપીયાનું પાણી થયુ હોવાનું લાગી રહયુ છે.