અમરેલી સીટીના અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો

  • પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીએ બાતમી આધારે પકડી પાડી સીટી પોલીસને સોંપવા તજવીજ

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયાની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-84/2019 ipc કલમ-363, 366, 376(2)(એફ), 376(2)(એન),376(ડી), 377,354, 354(ક),354 (ખ),354(ઘ),352, 342,323,504, 506(2),509, 120(બી), 34, 114 તથા પોક્સો એક્ટ કલમ-4,6,8, 10,12,17. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા જયપાલ નટુભાઇ ધાધલ ઉ.વ.22 ધંધો-અભ્યાસ રહે.વરસડા તા.જી.અમરેલી વાળો તા.01/10/2020 ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ આરોપીને અમરેલી મુકામેથી પકડી પાડેલ છે.