અમરેલી સીટીપીઆઇ શ્રી ચૌધરી અને શ્રી પંડયા દ્વારા શહેરભરમાં ટ્રાફીક ડ્રાઇવ યોજી બ્લેક ફિલ્મો કઢાઇ

અમરેલી,
આજરોજ અમરેલી પોલીસ અધિક્ષક એસ પી શ્રી નિર્લિપ્તરાયની સૂચના અનુસાર અમરેલી સીટી પોલીસ દ્વારા અમરેલી ના જુદા જુદા વિસ્તારો પર ટ્રાંફિક ડ્રાઇવ યોજવામાં આવી તેમાં લોકોની કારને ચેક કરવામાં આવી અને ગાડીમાં ગેરકાયદેસર બ્લેક ફિલમ તથા લાયસન્સ સહિતના કાગળો તપાસી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ વધતા જતા કોરોનાને લીધે માસ્ક ન પહેરનાર લોકો ને દંડ આપવામાં આવ્યો હતો આ કામગીરીમાં સિટીપીઆઇ શ્રી જેજે ચૌધરી પીએસઆઇ શ્રી એમ.વી.પંડ્યા તથા એ એસ આઈ ટ્રાફિક પોલીસ શ્રી કેશુભાઈ સોલંકી તથા સિટી પોલીસ સ્ટાફ અને ટી આર બી પોલીસ ને સાથે રાખી ને આ કામગીરી કરવામાં આવી હતી.