અમરેલી સીટી પોલીસ ટીમે અપહરણ તથા પોક્સો ના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને ઝડપી પાડયા

અમરેલી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ શ્રી આઇ.જે.ગીડા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે.પોક્સો એક્ટ કલમ.18 મુજબનો ગુન્હો તા.31/12/2022 ના રોજ રજી.થયેલ હોય આ કામના ફરી.ની સગીર વયની દિકરીને કોઇ અજાણ્યો ઇસમ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરી.ના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ ગયેલ હોય અને આજદીન સુધી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય.જે અન્વયે આજરોજ આરોપી સંજયભાઇ ઉર્ફે ભુરો ચતુરભાઇ સોલંકી ઉ.વ.29 ધંધો.લોખંડના ખાટલા વેચવાનો રહે.ચલાલા,ધારી રોડ,રેલ્વે ફાટક પાસે,દાનેવ સોસાયટી વિસ્તાર તા.ધારી જી.અમરેલી તથા ભોગબનનારને આસરાણા ચોકડી ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.