અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો લીસ્ટેડ આરોપી ઝડપાયો

અમરેલી,

અમરેલી સીટી પોલીસ મથકના છેતરપીંડીના ગુનામા છેલ્લા 29 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને એલસીબી અમરેલીએ પકડી પાડ્યો છે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર રેન્જના આઈજી શ્રી ગૌતમ પરમારની સુચનાથી અમરેલીના એસ.પી. શ્રી હિમકરસિહના આદેશથી અને માર્ગદર્શન નીચે અમરેલી એલ.સી.બીના પી.આઈ. એ.એમ. પટેલની ટીમે સીટી પોલીસના એમ.કે.નં.17/1994 આઈ.પી.સી. 420 માં છેલ્લા 29 વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા ટેક્નીકલ સોર્સ અને બાતમી આધારે અમદાવાદથી આરોપી કનુ વિઠ્ઠલભાઈ પટેલ રહે.નવા વાડજ ન્યુ અખંડ આનંદ સોસાયટીને પકડી પાડેલ છે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ મથક માં સોંપેલ છે આ કામગીરી માં પી.આઈ એ.એમ.પટેલ, પી.એસ. આઈ. લક્કડ, એન.બી.ગોહિલ તથા, એેમ.ડી.સરવૈયા અને હે.કોન્સ. મનીશભાઈ જાની, નિકુલસિહ રાઠોડ, રાહુલ ધાપા, તુષારભાઈ પાંચાણીએ ફરજ બજાવી હતી.