અમરેલી સીટી પો.સ્ટે. ના બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં નાસતા ફરતા મહિલા આરોપી ઝબ્બે

અમરેલી,

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 11193003230352/2023, આઇ.પી.સી. કલમ 454, 380 મુજબ તેમજ અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11193003230366/2023, આઇ.પી.સી. કલમ 454, 457, 380 મુજબના ગુનાઓના મહિલા આરોપી છેલ્લા ત્રણ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ચોરીના મુદ્દામાલ સાથે નાસતા ફરતા હોય, તેમજ મહિલા આરોપીનું નામ કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, લીસ્ટેડ મહિલા આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.13/09/2023 નાં રોજ પકડી પાડી, ચોરીમાં ગયેલ સોનાના દાગીનામાંથી બનાવેલ સોનાનો ઢાળીયો રીકવર કરી, પકડાયેલ મહિલા મનિષાબેન વા/ઓ. મુકેશભાઇ દિનેશભાઇ વાઘેલા, ઉ.વ.25, રહે.મૂળ મહુવા, રેલ્વે સ્ટેશન, વીટીનગર, ખુલ્લા મેદાનમાં, તા.મહુવા, જિ,ભાવનગર, હાલ રહે.અમરેલીને આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ