અમરેલી સીટી બસના ભ્રષ્ટ્રાચારને બહાર લાવતા પાલીકાના શ્રી સુરેશભાઈ શેખવા

અમરેલી,

અમરેલી નગરપાલીકામાં જે તે વખતે ભાજપનું બોર્ડ આવ્યા બાદ સીટી બસના ભ્રષ્ટ્રાચારને બાર લાવી પાલીકા કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવાએ કાર્યવાહી કરાવી હતી આ પ્રકરણમાં રૂ.48 લાખ જેવી રકમનું ચુકવણુ થયું હતુ ત્યાર બાદ આરએસ રોડલાઈન્સ કેર ઓફ રાજુભાઈ આમદભાઈ બીલખીયા કોર્ટ મા ગયા બાદ હાઈકોર્ટે અમરેલી કલેક્ટરને રીફર કરેલ ત્યાર બાદ રીઝનલ કમીશ્નર ઓફ મ્યુનીસીપાલટીને કેસ સોપાતા ત્યા કેસ ચાલતા આરએસ રોડ લાઈન્સની વિરૂધ્ધ ચુકાદો આપેલ અને ભાજપ સાસીત નગરપાલીકાની કાર્યવાહીને યોગ્ય ઠેરવેલ છે તેમ અમરેલી નગરપાલીકાના કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવાએ જણાવ્યું.