અમરેલી સીડીએચઓએ દર્દીને કહયુ કે શું હું તમને ઇંજેકશન આપવા આવુ ?

  • બાબરામાં ગરીબ યુવાનને હડકાયું કુતરૂ કરડયુ અને રસી ન હોવાથી જવાબદાર અધિકારીને ફોન કરાયો
  • સાદુ કુતરૂ કરડે તો એઆરવી અને હડકાયુ કરડે તો એઆરએસ વેક્સીન દેવાનું હોય તેની આરોગ્ય તંત્રને ખબર નથી પડતી

અમરેલી,
અમરેલી જિલ્લામાં હમણા હમણા હડકાયા કુતરાનો હાહાકાર છે સપ્તાહમાં કોઇને કોઇ જગ્યાએ હડકાતુ કુતરૂ લોકોને કરડી રહયુ છે અને જિલ્લાના એક પણ સામુહીક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હડકાયુ કુતરૂ કરડે તો તેને રક્ષણ આપવા માટેની રસી એઆરએસ નથી.
આજે બાબરાના મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે રહેતા બકાલાની લારી કાઢી નિર્વાહ ચલાવતા પ્રદિપ બાબાભાઇ કાવઠીયા નામના યુવાનને સવારના 6 વાગ્યે હડકાયુ કુતરૂ કરડી ગયુ બાબરા દવાખાને ગયા તો ત્યાં કુતરા કરડવાની સાદી રસી એઆરવી હતી તે દેવાઇ પરંતુ આ કુતરૂ હડકાયુ હોય તેના માટેની રસી એઆરએસ ન હોવાથી તેના અમરેલી જવાનું કહેવાયુ હતુ આથી આ દર્દીએ અમે ગરીબ માણસો છીએ અમરેલી સુધી કેમ જવુ અને કોઇ વાહન વાળા લઇ પણ જતા નથી તેમ જણાવી સીડીએચઓ શ્રી પટેલને ફોન કર્યો હતો અને શ્રી પટેલે તમે લાઠી જાવ જો ત્યાં હોય તો ત્યાં ઇંજેકશન લેજો તેમ જણાવતા આ ગરીબ દર્દીએ ત્યાં સુધી જવાના ભાડાના પૈસાની પણ સગવડ ન હોવાનું જણાવતા શ્રી પટેલે તેવો જવાબ આપ્યો હતો કે શું હું તમને ઇંજેકશન આપવા આવુ ? અને ફોન કાપી નાખ્યો હતો (હકીકતમાં આ અધિકારીએ જનતા માટે યોગ્ય માર્ગ કાઢવો જોઇએ )
જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પ્રદિપ કોટડીયાએ જણાવ્યુ હતુ કે તેમણે જિલ્લા પંચાયતમાં લેખીતમાં હડકાયા કુતરા કરડે તેના માટે રસીની શું સગવડતા છે તેવો લેખીત સવાલ કરતા આરોગ્ય તંત્ર દ્વારા લેખીત જવાબ આપવામાં આવ્યો હતો કે અમરેલી જિલ્લાના દરેક પીએચસી અને સીએચસીમાં કુતરૂ કરડે ત્યારે એઆરવી રસી ઉપલબ્ધ છે હકીકતમાં હડકાયા કુતરામાં એઆરએસ રસી આપવાની હોય છે જેનું જ્ઞાન આરોગ્ય તંત્રના જવાબ આપનારને નહી હોય? તેવો સવાલ ઉઠયો છે અમરેલીની જનતા ઉપર સરકાર દયા ખાય અને હડકવા વિરોધી રસી ઉપલબ્ધ કરાવે અથવા આવા અજ્ઞાની આરોગ્ય તંત્રના જવાબદારોને હટાવે તેમ શ્રી પ્રદિપ કોટડીયાએ જણાવ્યુ છે.