અમરેલી સીવીલ હોસ્પિટલને રૂા. 20 લાખના સાધનો અપાયા

  • વૈશ્ર્વિક મહામારી કોરોના કોવીડ-19 થી અમરેલી જિલ્લાની સુરક્ષા માટે સાંસદ શ્રી કાછડીયાની ગ્રાન્ટમાંથી
  • સાંસદશ્રીએ કલેકટરશ્રી-અમરેલીને રૂબરૂ ગ્રાન્ટ ફાળવણીનો પત્ર આપી જિલ્લામાં જરૂરીયાત પ્રમાણે સાધનો વસાવવા અનુરોધ કરેલ હતો

અમરેલી,
કોવીડ-19 કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવેલ છે ત્યારે આપણો દેશ, આપણું રાજય અને આપણો અમરેલી જીલ્લો પણ તેમાંથી બાકાત રહેલ નથી. ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને મળતી સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના નીધિ (ગ્રાન્ટ) માંથી સાંસદશ્રીએ તા.25 માચ, 2020ના રોજ અમરેલી કલેકટર શ્રી આયુષકુમાર ઓકને રૂબરૂ મળી રૂા. 51,00,000/- (અંકે એકાવન લાખ પુરા) નો ગ્રાન્ટ ફાળવણીનો પત્ર પાઠવેલ હતો અને સાથે સાથે જીલ્લાને કોરોના થી બચાવવા આ ગ્રાન્ટનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરવા પણ અનુરોધ કરેલ હતો.
સાંસદશ્રી તરફથી માચ-2020માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંતગત આજ સુધીમાં કુલ રૂા. 20 લાખના સાધનોની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં (1) અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે મલ્ટીપરા મોનીટર વીથ ભતહફ નંગ-5 રૂા. 5,74,750/-, (ર) અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપોટ વેન્ટીલેટર નંગ-ર રૂા. 5,60,000/-, (3) ઈન્ફ્રારેડ થમોમીટર નંગ-180 રૂા. 4,47,523/- અને (4) પલ્સ ઓક્સીમીટર નંગ-300 રૂા. 4,02,000/- નો સમાવેશ થાય છે.
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લામાં સતત વધી રહેલ કોરોનાના કેસો માટે ચિંતા વ્યક્ત કરેલ છે અને અનલોકડાઉનને લીધે સમગ્ર રાજયમાં આંતર વ્યવહાર શરૂ થયેલ છે ત્યારે આપણે સૌ હુ પણ કોરોના વોરીયસ બની જરૂરી સાવચેતી રાખવા, ઈન્મ્યુનીટી વધે તેવો આહાર લેવા, માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને ખુબ જ અગત્યનું હોય ત્યારે જ ઘર, ગામ કે શહેરની બહાર નીકળવા અપીલ કરેલ છે.