અમરેલી હરિ રોડનાં વેપારીઓ આજ બપોરનાં ત્રણથી લોકડાઉન પાળશે

  • શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા
  • નાના મોટા તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે હરિ રોડ વેપારી એસોસીએશન દ્વારા લેવાયેલો નિર્ણય

અમરેલી,
કોરોનાનું સંક્રમણ વધતા અમરેલીનાં હરિરોડ પર આવેલા તમામ નાના મોટા વેપારીઓ આજે બપોરનાં ત્રણ વાગ્યાથી પોતાનાં ધંધા રોજગાર સ્વૈચ્છીક રીતે બંધ પાળશે અને લોકડાઉન સફળ બનાવશે. હરિરોડ વેપારી એસો.દ્વારા લેવાયેલા લોકડાઉનનાં નિર્ણયને તમામ વેપારીઓ આવકારી સમર્થન આપ્યું છે.