અમરેલી હેડપોસ્ટ ઓફીસમાં ટાઇમ ડિપોઝીટ ઉપાડવા ખોટી સહી કરી 10 લાખની છેતરપીંડી

અમરેલી, અમરેલી હેડપોસ્ટ ઓફીસમાં તેજસ ઉર્ફે રામ મુકેશ રાજા રહે. અમરેલી અને એક અજાણી મહિલાએ ટાઇમ ડિપોઝીટના ખાતા ધારક વૈશાલીબેન નિલેશભાઇ ગોહિલની રૂા.5 લાખની એવી બે ટાઇમ ડિપોઝીટ રૂા. 10,70,806 ઉપાડવા પૂર્વ આયોજીત કાવતરૂ રચી. પોસ્ટ ઓફીસમાં અજાણી મહિલાને બોલાવી વૈશાલીબેનનું ખોટુ નામ ધારણ કરી ટાઇમ ડિપોઝીટની ડુપ્લીકેટ પાસબુક બનાવી સેવીંગ એકાઉન્ટ ખોલાવી ચેકબુક મેળવી ખાતુ બંધ કરાવી. ખાતામાંથી નાણા ઉપાડવા વૈશાલીબેનની બનાવટી સહી ચેક ઉપર કરી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કર્યાની હેડપોસ્ટ માસ્તર કમલેશભાઇ બકરાણીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.