અમરેલી હોસ્પિટલના કર્મચારી એવા વિપ્ર ગૃહીણી રહસ્યમયી સંજોગોમાં ગાયબ થઇ જતા ખળભળાટ

  • અમરેલીનો ચિતલ રોડ ઉપર આવેલ વર્ષાબહેન ભટ હવામાં ઓગળી ગયા ? : પોલીસ દ્વારા શોધખોળ
  • રાધિકા હસ્પિટલના ગાયનેક વિભાગના કર્મચારી હતા : 22મીએ ઘેર જવા નિકળ્યા પછી પોતાની બાઇક સુધી ન પહોંચ્યા
  • સીસી ટીવીમાં હોસ્પિટલથી ફોન ઉપર વાત કરતા બહાર નિકળતા દેખાયા : બહાર નિકળ્યા પછી મોબાઇલ બંધ થઇ ગયો

અમરેલી,
અમરેલીના વિપ્ર ગૃહીણી અને રાધિકા હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા 38 વર્ષના વર્ષાબહેન ભટ રહસ્યમયી સંજોગોમાં ગાયબ થતા ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગેની પ્રાથમિક વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીની રાધિકા હસ્પિટલના ગાયનેક વિભાગના કર્મચારી વર્ષાબહેન હર્ષિતભાઇ ભટ્ટ (ઉ.વ.38) નવ વર્ષ થી રાધિકા હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા હતા અને ગઇ તા. 22મીએ રાત્રે સાડા આઠ વાગ્યે તેમની ડયુટી પુરી થતા તે બહાર નિકળી અને ઘેર જવા નિકળ્યા હતા પણ ઘેર પરત આવેલ નહી.
અમરેલીના ચકકરગઢ રોડ ઉપર રહેતા અને બાઇક ઉપર હોસ્પિટલે આવતા વર્ષાબહેન પોતાની હોસ્પિટલમાં થી બહાર નિકળ્યા ત્યારે તે બાઇક તરફ જવાને બદલે સીધા ચિતલ રોડ ઉપર જતા સીસી ટીવીમાં દેખાયા છે વર્ષાબહેન પોતાની બાઇક મુકી સીધા રોડ ઉપર ગયા હતા સીસી ટીવીમાં હોસ્પિટલથી ફોન ઉપર વાત કરતા બહાર નિકળતા દેખાયેલ વર્ષાબહેન બહાર નિકળ્યા પછી તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો અને ત્યાથી તેને અમરેલીનો ચિતલ રોડ ગળી ગયો ? કે તે કયા ગયા તેની કોઇને જાણ નથી થઇ તેમના પરિવાર દ્વારા આ મામલે શહેર પોલીસની મદદ લેવામાં આવી છે.
સીધા સાદા એવા ગૃહીણી અને હોસ્પિટલના કર્મચારી એવા બ્રહ્મસમાજના મહીલા આ પ્રકારે ગુમ થતા ખળભળાટ મચી જવા પામેલ છે. સતત બે દિવસથી વર્ષાબહેનનો પરિવાર ચિંતાતુર બની તેની શોધખોળ ચલાવી રહયો છે અને સોશ્યલ મીડીયામાં પણ તે ગુમ થઇ ગયા હોવાની માહીતી તેમના ફોટોગ્રાફસ સાથે વાયરલ કરવામાં આવી છે.