અમરેલી : 17 વર્ષનો છોકરો 15 વર્ષની છોકરીને લઇને ભાગી ગયો

અમરેલી,
અગાઉ નાની વયે લગ્ન થતા હતા તે જમાનો પાછો આવ્યો કે શું ? તેવો સવાલ થાય તેવો કિસ્સો સામે આવ્યો છે કારણ કે અમરેલીના કેરીયાચાડ ગામેથી એક યુવાન 15 વર્ષની સગીર છોકરીને લઇને ભાગી ગયો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી અને એસપી શ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આઇપીએસ શ્રી ગૌરવ અગ્રવાલ તથા ડીવાયએસપીે શ્રી જગદિશસિંહ ભંડારીની ટીમે સતત મહેનત કરી છ મહીનાના અંતે બન્નેને શોધી લીધા હતા. પોલીસ ત્યારે ચોંકી ઉઠી હતી કે એવું જાણવા મળ્યું કે જેની સામે નામજોગ ફરિયાદ દાખલ થઇ છે તે યુવાન નથી પણ માત્ર 17 વર્ષનો સગીર છે આથી કાયદાના સંઘર્ષમાં આવેલ આ બાળ કિશોરને ચીલ્ડ્રન હોમ રાજકોટ ખાતે અને ભોગ બનનારી 15 વર્ષનીે સગીરાને તેના પરિવારના હવાલે કરવામાં આવી હતી.