- 7 મી એ અમરેલીની અમર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચુંટણી
શ્રી સાવલીયાના નેતૃત્વમાં અમર ડેરીની અભુતપુર્વ પ્રગતિ છતા રાજકીય ગતિવિધી ઉપર સૌની મીટ
અમરેલી,
અમુલ સાથે જોડાયેલી અમરેલીની શ્ર્વેતક્રાંતી સર્જી દેનાર અમર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 7 મી એ ચુંટણી છે ત્યારે તેમાં નવા જુની થવાની હોવાની ફેલાયેલી ચર્ચાને કારણે ખળભળાટ મચ્યો છે.
અને સતત પૃચ્છા થઇ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ડેરીના વર્તમાન ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાના નેતૃત્વમાં અમર ડેરીએ અભુતપુર્વ પ્રગતિ કરી છે છતા પણ નવા જુનીની ચર્ચાથી ચાલી રહેલી રાજકીય ગતિવિધી ઉપર સૌની મીટ મંડાઇ છે હવે જોવાનુ એ રહે છે કે ચુંટણીમાં કોઇ નવા જુની થાય છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે.