અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલિયા પણ કોરોનાની ઝપેટમાં

  • લોકડાઉનમાં હજારો પશુપાલકો અને સુરતીઓની અવિરત સેવા કરનાર કોરોના વોરિયર્સ
  • લોકડાઉન વચ્ચે પણ અમર ડેરીની ચેઇનને અડીખમ રાખી ચાવંડ ચેકપોસ્ટ ઉપર જીવના જોખમે શ્રી સાવલીયાએ મોરચો સંભાળ્યો હતો

અમરેલી,
લોકડાઉનમાં હજારો પશુપાલકો અને સુરતીઓની અવિરત સેવા કરનાર રિયલ કોરોના વોરિયર્સ એવા અમૂલના ડાયરેક્ટર અને અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી સાવલિયા નો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તે હોમ આઇસોલેટ થયા છે તેમને ડેન્ગ્યુની અસર હતી અને કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો શ્રી સાવલિયા ના સમાચાર મળતા હજારો પશુપાલક પરિવારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને તેમના વિશાળ મિત્ર મંડળમાં ચિંતાની લાગણી છવાઇ છે જોકે તેમની તબિયત સ્થિર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે પણ અમર ડેરીની ચેઇનને અડીખમ રાખી શ્રી અશ્ર્વિન સાવલીયાએ અમર ડેરી સાથે જોડાયેલા પશુપાલકો ઉપરાંત બીજી ડેરીએ દુધ બંધ કરતા મુંજવણમાં મુકાયેલા પશુપાલકોની વહારે ચડી તેમનું દુધ પણ ખરીદ કર્યુ હતુ અને લોકડાઉન દરમિયાન પશુપાલકોના કરોડોના દુધની સાયકલને અવિરત રાખી હતી આ ઉપરાંત જ્યારે સુરતથી લોકો વતન આવી રહયા હતા ત્યારે પ્રથમ કેસ આવતા સૌ ચેકપોસ્ટ પરથી હટી ગયા હતા ત્યારે ચાવંડ ચેકપોસ્ટ ઉપર પણ જીવના જોખમે શ્રી અશ્વિન સાવલીયાએ મોરચો સંભાળ્યો હતો અને લોકોની સેવા કરી હતી તેમના સ્વાસ્થ્ય માટે લોકો ચિંતા કરી પ્રાર્થના સાથે શુભકામના પાઠવી રહયા છે.