અમરેલી,
અમરેલીના સરંભડા ગામે રહેતા રમેશભાઈ સોમાભાઈ દાફડા અને તેમના પત્ની લાભુબેન રમેશભાઈ દાફડા બંને ખરખરાના કામથી પરબ વાવડી જતા હતા તે દરમિયાન ધારી ગુંદાળા આગળ પુલ ઉપર અચાનક એક ટ્રેક્ટર રોડ ઉપર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને દંપત્તિઓને મોઢાના ભાગ પર ઇજા પહોંચી હતી ત્યારે આ બનાવ બન્યાનાં થોડાક જ સમય બાદ અમરેલી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પોતાની ગાડી લઈને ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન અશ્વિનભાઈ 108 ઇમરજન્સી સેવાની રાહ જોયા વગર બંને અકસ્માતમાં ઇજા પહોંચેલ દંપત્તિઓને પોતાની ગાડીમાં બેસાડી તાત્કાલિક સારવાર માટે બગસરા પહોંચાડ્યા હતા અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા