અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની મહેનત ફળી : 14 દિવસનો પ્રશ્ર્ન હલ થયો

અમરેલી,કોરોનાની આપતિના વખતે હજારોની સંખ્યામાં રોડ ઉપર રહેલા લોકોને ચા પાણી નાસ્તાની સુવિધા પહોંચાડવા માટે અમરેલી જિલ્લાના ચાવંડ, હીરાણા, દેરડી જેવા ગામોએ માનવતા મહેકાવી અને આંગણે આવેલા વતનીઓને હેતથી આવકાર્યા છે પણ તેની સાથે સાથે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની મહેનત પણ ફળી છે. અગાઉ આવનારા તમામને 14 દિવસ સુધી સરકારી કવોરન્ટાઇમાં રાખવાનો નિર્ણય કરાયો હતો તે પ્રશ્ર્ન હલ થયો છે.
શ્રી અશ્ર્વિન સાવલીયાએ શ્રી રૂપાણી, શ્રી રૂપાલા, શ્રી સંઘાણી, સાંસદશ્રી કાછડીયા અને કલેકટરશ્રીને કરેલી રજુઆતને પગલે જે તે ગામના લોકોની સરપંચોને જવાબદારી સોપવામાં આવી છે અને હવે સુરતથી આવનારા લોકોને 14 દિવસને બદલે માત્ર 14 કલાકમાં જ સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં ચકાસણી કરી ઘેર પહોંચી શકાશે.