અમરેલી,ખેડુતોને ધિરાણમાં નવા જુની કરવા અને સબસીડીનો લાભ મળે તે માટે નિયત મુદતમાં રકમ ભરાય તે માટે ખેડુતોને મદદરૂપ બનવાની ભાવના સાથે અમરેલી જિલ્લામાં ભંડોળ ઉભુ કરવા હાંકલ થતાં ટારગેટથી પણ વધારે આપી ઉદ્યોગપતીઓ દાતાઓએ ફંડ છલકાવી દીધ્ાુ છે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ ખેડુતો માટે રૂા. 50 લાખ માંગ્યા હતા અને શ્રી સવજીભાઇ ધોળકીયાએ 1 કરોડ ધરી દઇ પોતાની નૈતિક ફરજ નીભાવી હતી તે બદલ શ્રી પરસોતમભાઇ રૂપાલાએ શ્રી સવજીભાઇને બિરદાવી વિડીયો કોલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને શ્રી અશ્ર્વિન સાવલીયાએ આભારની લાગણી વ્યક્ત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.