અમર ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખપદે શ્રી અશ્ર્વિન સાવલીયા,શ્રી મુકેશ સંઘાણી

  • પ્રાંત અધિકારીશ્રી ઉંધાડની અધ્યક્ષતામાં યોજાયેલ દુધ સંઘનાં નવા બોર્ડની પ્રથમ મિટીંગ યોજાઇ : શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતી
  • શ્રી રૂપાલા અને શ્રી સંઘાણી જેમના ડાયરેકટર છે તેવી લોકડાઉનમાં લોક ઉપયોગી સાબિત થયેલ અમર ડેરીના સુકાનીઓ બિનહરીફ વરાયા
  • શ્રી સંઘાણી અને શ્રી રૂપાલાના માર્ગદર્શનમાં અમર ડેરીને પ્રગતિના પંથે લઇ જનાર શ્રી અશ્ર્વિન સાવલીયા, શ્રી મુકેશ સંઘાણી ઉપર અભિનંદનનો વરસાદ

અમરેલી, કોરોના ની મહામારી જેવા કપરા સમયમાં જયારે લોકો રોજગારી માટે મુશ્કેલીઓ વેઠી રહયા હતા તેવા સમયે અમરેલી અમર ડેરી થકી ખેડુતો અને પશુપાલકોની આર્થિક ઉર્પાજનથી આજીવીકા ચાલુ રહે તેની ચિંતા સતત અમર ડેરી કરતી હતી અને દુધના માધ્યમથી પુરક રોજગારી રૂપે આ કપરા કાળમાં પણ માતબર રકમ પશુપાલકો અને ખેડુતોને ચુક્વવામાં આવી રહી છે.
અમરેલી જીલ્લામાં આજીવીકાનું કાયમી નિરાકરણ શોધાય અને લોકો કાયમી રોજગારી મેળવી શકે તેવા હેતુ સાથે આ ડેરીનું નિર્માણ કરવામાં  આવેલ જેનો શુભ હેતુ ફળીભુત થયો છે. આજરોજ પ્રાંત અધિકારી ઉંઘાડના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી માટે યોજાયેલ પ્રથમ બોર્ડ મીટીંગમા પ્રમુખ તરીકે અશ્ર્વિનભાઈ સાવલીયા અને ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ સંઘાણીની બિનહરીફ વરણી કરવામા આવી હતી .બોર્ડ મીટીંમા અમર ડેરીના પ્રમુખ તરીકે અશ્ર્વિનભાઈ સાવલીયાના નામની દરખાસ્ત દિલીપભાઈ સંઘાણી  રા રજુ કરાયેલ જેને ચંદુભાઈ રામાણીએ ટેકો જાહેર કરેલ જયારે ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ સંઘાણીના નામની દરખાસ્ત અરૂણભાઈ પટેલએ રજુ કરેલ જેને રાજેશભાઈ માંગરોળીયાએ ટેકો જાહેર કરેલ જેને ઉપસ્થિત બોર્ડ સદસ્યગણ જયાબેન વજુભાઈ રામાણી, અરૂણાબેન માલાણી, ભાનુબેન જયંતિભાઈ બુહા, ભાવનાબેન ગોંડલીયા, રેખાબેન કાકડીયા, ઠાકરશીભાઈ શીયાણી, રામજીભાઈ કાપડીયા, કમલેશભાઈ સંઘાણી, ભાવનાબેન સતાસીયાએ સર્વાનુમતે અનુમતી જાહેર કરતા અશ્ર્વિનભાઈ સાવલીયા પ્રમુખ અને મુકેશભાઈ સંઘાણી ઉપ પ્રમુખ તરીકે બિનહિરફ જાહેર થયા હોવાનું અમર ડેરીની અખબારી યાદીમા જણાવાયેલ છે.