અમર ડેરીની ત્રણ હજાર બહેનો નરેન્દ્રભાઇનું સ્વાગત કરશે

અમરેલી,
અમરેલી જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે જીવાદોરી જેવી અને અમરેલી જિલ્લાને શ્ર્વેતક્રાંતિ આપનાર અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાના નેતૃત્વમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ આટકોટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં અમર ડેરીની ત્રણ હજાર પશુપાલક બહેનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉમળકાથી ભવ્ય સ્વાગત કરશે.કાઠીયાવાડી બાંધણી સાથે પરંપરાગત કાઠીયાવાડી પહેરવેશ પહેરેલી ત્રણ હજાર બહેનો દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના ઓવારણા લઇને અને ભવ્ય સ્વાગત કરશે વર્ષોથી અમરેલી સાથે લાગણીથી જોડાયેલ ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીને વધાવવા માટે અમરેલી જિલ્લામાં થનગનાટ પ્રવર્તી રહયો છે. અને વહેલી સવારથી જ બહેનો આટકોટ કાર્યક્રમનાં સ્થળે જવા માટે થનગની રહી છે.