અમર ડેરીમાં ત્રીરંગો લહેરાવતા કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા

  • અમરેલીની અમર ડેરીના આંગણે રામ વનમાં શ્રી રૂપાલા, શ્રી સંઘાણીના હસ્તે વૃક્ષારોપણ સાથે સૌ પ્રથમ વખત
  • અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની ટીમનું આયોજન દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી, સાંસદશ્રી કાછડીયા સહિત આગેવાનોની ઉપસ્થિતી

અમરેલી,
અમરેલીના ગૌરવસમી અમર ડેરીમાં પહેલી વખત જ દેશના 74 માં સ્વાતંત્ર્ય પર્વનું આયોજન અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા, વાઇસ ચેરમેન શ્રી મુકેશ સંઘાણી અને એમડી શ્રી ડો. આર.એસ. પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ જેમાં દેશના કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે દેશના દિગ્ગજ સહકારી આગેવાનશ્રી દિલીપ સંઘાણી, અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જયંતીભાઇ પાનસુરીયા, માવજીભાઇ ગોલ, કૌશીક વેકરીયા, જિલ્લા સંઘના ચેરમેન શ્રી મનીષ સંઘાણી, શ્રી બી.એલ.હીરપરા, જિલ્લા બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણ પટેલ, ભાવનાબેન ગોંડલીયા, શ્રી શૈલેષ પરમાર, શ્રી ધીરૂભાઇ વાળા, જગદીશભાઇ નાકરાણી, ડેરી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. વિમલભાઇ રામાણી, ફેડરેશનના અધિકારીશ્રી રાકેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહયા હતા અને સંપુર્ણ સોશ્યલ ડીસ્ટન્સીંગની ગાઇડલાઇન મુજબ ધ્વજવંદન કાર્યક્રમ સુંદર રીતે યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી રૂપાલાએ જણાવેલ કે આ પ્રસંગે આનંદની બાબત એ છે કે સ્થાનિક રોજગારી માટે આપણે સંસ્થાની સ્થાપના કરી અને આજે આ સંસ્થા ઘેઘુર વટવૃક્ષ બની ગઇ છે અને તે જ સંસ્થામાં દેશના 74 માં સ્વતંત્ર્ય પર્વની પ્રથમ વખત ઉજવણી થઇ રહી છે તેના માટે હું ખુબ જ રાજીપો વ્યક્ત કરૂ છુ અને આના માટે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા અને સંચાલકોને અભિનંદન આપુ છુ તથા આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે ક્રાંતીકારી જાહેરાત કરતા શ્રી રૂપાલાએ જણાવેલ કે ટેકાના ભાવે શિંગ ખરીદી તેને રાખી મુકવાના બદલે તેનું પીલાણ કરી શુધ્ધ તેલ બનાવી લોકોને દેવામાં આવશે અને વિદેશથી આયાત કરવુ પડતા તેલની જરૂર નહી પડે અને સ્થાનિક ખેડુતને તેની જણસનો પુરો ભાવ અને વળતર મળી રહેશે તેના માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જંગી બજેટ ફાળવ્યુ છે જેમાંથી ખેડુતોનો સમુહ બને અને તેનું રજીસ્ટ્રેશન થાય તો સરકાર તેને પ્રોસેસીંગ પ્લાન્ટ નાખવામાં પણ મદદ કરશે તે પ્રકારનું ક્રાંતીકારી આયોજન ભારત સરકાર કરી રહી છે.
શ્રી રૂપાલાએ કાર્યકર્તાઓ માટે જણાવેલ કે ભાજપના કાર્યકર્તાઓના પરિવાર ઉપર આવેલી આફતના સમયે મદદરૂપ થવા માટે અમરેલી ભાજપ પરિવાર મદદનિધીની સ્થાપના કરાઇ છે અને પ્રથમ નિધી ભાજપના સંનિષ્ઠ કાર્યકર સ્વ. કિરીટભાઇ વામજાને પરિવારને પાંચ લાખની ચેક દ્વારા મદદ કરવામાં આવી છે શ્રી રૂપાલાએ દિલીપ સંઘાણી માટે જણાવેલ કે નાની એવી સંઘાણી શરાફી મંડળીથી શરૂ કરીને દેશની સર્વોચ્ચ સંસ્થા નાફસ્કોબ, ઇફકો, નાફેડ, એનસીયુઆઇ જેવી સંસ્થાઓને પોતાનું માર્ગદર્શન આપીને દેશના લાખો લોકોને રોજગારી આપવામાં ભુમિકા ભજવી છે તે પૈકીની આ અમર ડેરી એક સંસ્થા છે જેના સ્થાપક દિલીપભાઇ સંઘાણી છે અને આવુ સરસ યુનીટ તેમના નેતૃત્વમાં વિકાસ પામ્યો છે તેનો પણ હું આનંદ વ્યક્ત કરૂ છુ અને હનીફાર્મથી મધક્રાંતીથી જિલ્લાના ખેડુતોને લાભ મળે તે માટે અધિકારીઓને તાત્કાલીક આ યોજના શરૂ થાય તે માટે તાકિદ કરવામાં આવી છે.
આ પ્રસંગે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ અને અમરેલી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ અમર ડેરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.