અમર ડેરીમાં શ્રી અશ્ર્વિન સાવલીયા સહિત 17 ડીરેકટરો બિનહરીફ

  • સહકાર થી સ્વરોજગાર સ્વરોજગાર થી આત્મનિર્ભરના સુત્ર સાથે દેશના સહકારી નેતા શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પુરૂષોતમ રૂપાલાની આગેવાનીમાં
  • વર્તમાન ચેરમેનશ્રી અશ્ર્વિન સાવલીયા, શ્રી મુકેશ સંઘાણી, શ્રી ભાવના ગોંડલીયા, શ્રી રાજુ માંગરોળીયા સહિત તમામ ડીરેકટરો બિનહરીફ : તમામ ઉપર અભિનંદનનો વરસાદ
  • શ્રી અશ્ર્વિન સાવલીયાનાં નેતૃત્વમાં 35 હજારથી વધુ પશુપાલકો રોજગારી મેળવી રહયા છે : અમર ડેરીમાં કોઇ હરીફે ફોર્મ ન ભરતા અને ચકાસણીમાં તમામ ફોર્મ માન્ય રહ્યાં
  • શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પરસોતમ રૂપાલાની દીર્ઘ દ્રષ્ટિથી શરૂ થયેલ અમર ડેરી માટે સતત કાર્યશીલ ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની ટીમ દ્વારા અમર ડેરીને ઘેઘુર વૃક્ષ જેવી બનાવાઇ : કોરોનાની મહામારી વચ્ચે પણ એક માત્ર અમર ડેરીની રોજગારી શરૂ રહી અને મહિને 25 કરોડ જેવી માતબર રકમ ચુકવનાર અમર ડેરી અમરેલીની જીવાદોરી બની

અમરેલી ,
અમરેલી જીલ્લામા સહકાર થી સ્વરોજગાર સ્વરોજગાર થી આત્મનિર્ભર સાથે શ્ર્વેતક્રાંતિનું સર્જન કરવાનું સ્વપ્ન નાફસ્કોબના ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ સેવ્યુ અને તેના ફળસ્વરૂપ અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ નું નિર્માણ થયુ જે ટુકાગાળામા અમર ડેરી તરીકે અગ્રેસર બની, અસંખ્ય લોકોને પ્રત્યક્ષ કે, પુરક રોજગારી આપી રહેલ છે. આ સહકારી સંસ્થાના વ્યવસ્થાપક મંડળની મુદત પૂર્ણ થતા ચૂંટણી અંગેની પ્રક્રિયા હાથ ધરાયેલ.
અમરેલીની જીવાદોરી સમાન અમર ડેરી ના વ્યવસ્થાપકોની ચૂંટણી જાહેર થતા દેશના સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી અને કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શન દ્વારા કુલ -17 ફોર્મ રજુ કરવામા આવેલ હતા, ફોર્મ ભરવાની છેલ્લી તા2ીખ 14/07/2020 સુધીમા એકપણ ફોર્મ સામે ભરાયેલ ન હતુ અને આજે ફોર્મ ચકાસણી થતા તમામ ફોર્મ માન્ય રહેતા આજે તમામ ટીમ બિનહિરફ થઈ હતી જેમા કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા,ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, એનસીયુઆઈના ડીરેકટર ભાવનાબેન ગોંડલીયા, રાજેશભાઈ માંગરોળીયા, અરૂણભાઈ પટેલ, ચંદુભાઈ રામાણી,રેખાબેન કાકડીયા, ઠાકરશીભાઈ શીયાણી, ભાનુબહેન બુહા, અરૂણાબેન માલાણી, કમલેશભાઈ સંઘાણી, કંચનબેન ગઢીયા, ભાવનાબેન સતાસીયા, રામજીભાઈ કાપડીયા, જયાબેન રામાણી સહીતની ટીમ બીનહિરફ થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અશ્ર્વિનભાઈ સાવલીયાના નેતૃત્વમા 3પ000 હજાર થી પણ વધુ પશુપાલકો રોજગારી મેળવી રહયા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ એકમાત્ર અમર ડેરી દ્વા2ા પશુપાલનની રોજગારી ચાલુ હતી અને દર મહિને 2પ કરોડ જેવી માતબર રકમ ચૂક્વવામા આવી હતી. અમર ડેરી અમરેલીની જીવાદોરી છે ત્યારે આગામી દિવસોમા પણ વધુમા વધુ લોકોને રોજગારીમળે તેવા પ્રયાસો કરવામા આવશે.