અમર ડેરીમાં શ્રી સંઘાણીનાં હસ્તે “રામવન’ ઔષધિય વૃક્ષારોપણ અને વિતરણ

  • અયોધ્યામાં હિન્દુઓના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના મંદિરના નવનિર્માણ શિલારોપણના મંગલ પ્રસંગ ઉજવવા
  • અમર ડેરી ખાતે “રામવન’ દ્વારા ઔષધિય વન નુ નિર્માણ : અમર ડેરી ખાતે દિલીપભાઈ સંઘાણીની સવિશેષ ઉપસ્થિતી

અમરેલી,
અમરેલી જિલાની આજીવિકા એટલે અમર ડેરી જે ખરેખર માન. પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન ને સાકાર કરવા સહકાર થી સ્વરોજગાર, સ્વરોજગાર થી આત્મનિર્ભર કરવાનુ કામ કરી રહી છે.
જે અમર ડેરીના સ્થાપક ચેરમેન આદરણીય દિલીપભાઈ સંઘાણી અને શ્વેતક્રાંતિના સ્વપ્નદ્રષ્ટ્રા માન. શ્રી પરશોતમભાઈ રૂપાલા બંને મહાનુભાવો ની દિર્ઘદ્રષ્ટ્રી અને માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા શ્વેતક્રાંતિ બાદ મધુ ઉત્પાદન દ્રારા સુવર્ણક્રાંતિ લાવવા ખેડુતો, પશુપાલકો અને સામાન્ય માણસ મધ ઉત્પાદન થી રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે અમર ડેરીના આંગણે હની ફાર્મ ના માધ્યમ થી કોરોના જેવી મહામારીના સમયે તેની સામે રક્ષણ આપી શકાય તેવી ઔષધિય યુકત મધ ઉત્પાદન થાય તેવા હેતુસર ભગવાન શ્રી રામ ના મંદિર ના નવનિર્માણ પ્રસંગે અમર ડેરીના આંગણે અમર હની ફાર્મ ના “રામવન’ મા ઔષધિય વૃક્ષા રોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન માન. સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા જિલ્લા સહકારી સંઘ ના પ્રમુખ શ્રી મનિષભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમને શ્રી મુકેશભાઈ સંઘાણી, એમ.ડી શ્રી ડો.આર.એસ.પટેલ અને બોર્ડ ઓફ ડિરેકટશ્રી તથા ટીમ સહકાર ખેડુતો અને પશુપાલકો હાજર રેહશે તેમ અમર ડેરીની અખબારી યાદીમાં જણાવેલ છે.