અમર ડેરીમાં સરકારનાં સમર્થનમાં વિરાટ ખેડુત સંમેલન

  • શ્રી નરેન્દ્રભાઇ આપ આગળ વધો ખેડુતોને આપની ઉપર વિશ્ર્વાસ છે અને આપની સાથે છે : ખેડુત સંમેલનમાં શ્રી અશ્વિન સાવલીયાનો નિર્ધાર 
  • અમરેલીની અમર ડેરીએ શ્રી દિલીપભાઇ સંઘાણી તથા શ્રી પરસોતમભાઇ રૂપાલાના માર્ગદર્શન હેઠળ શ્રી અશ્વિન સાવલીયાની ટીમના વિરાટ ખેડુત સંમેલનના આયોજનને સૌ એ બિરદાવ્યું 
  • શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, શ્રી કૌશીક વેકરીયા, શ્રી મુકેશ સંઘાણી, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી મનીષ સંઘાણી, શ્રી ભાવનાબેન ગોંડલીયા સહિતની ઉપસ્થિતી

અમરેલી,
અટલજીની જન્મ જયંતીએ સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે અમરેલીની અમર ડેરીમાં નવા પ્લાન્ટમાં આજે વિરાટ ખેડૂત સંમેલન યોજાયુ હતું. જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે, નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોના ખાતામાં ત્રણ વર્ષે મહિને 2,000/- અને વર્ષના રૂા. 6,000/- જમા કરાવ્યા છે. આજે ખેડુતોના ખાતામાં 18 હજાર કરોડ જમાકરાવ્યા છે જેથી હું ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપુ છું. પૂર્વ પ્રધાનમંત્રી બાજપાઇજીના જન્મદિને દેશ ભરમાં ખેડૂત સંમેલન યોજાઇ રહયું છે. નરેન્દ્રભાઇની વાત કરવા માટે હું અહીં આવ્યો છું કે, વિરોધીઓને આ દેશની જનતા 2024 માં પણ પીછેહટ આપશે. વિરોધીઓ જણાવી રહયા છે કે, તમે આ નથી કર્યુ, તે નથી કર્યુ તો તમોને કોણે ના પાડી હતી. તમોએ 70 વર્ષ સુધી દેશમાં સાશન કર્યુ તેમાં તમે શું કર્યુ ? કોંગ્રેસ લોકોને ગેરમાર્ર્ગે દોરવાનું બંધ કરે. કૃષિ કાયદામાં ખેડૂતોને નુકશાન નથી, ઉલ્ટાનું ખેડૂતો પોતાનું કૃષિ ઉત્પાદન જયાં વધુ ભાવ મળે ત્યાં વેચી શકશે.
આ પ્રસંગે એન.સી.યુ. આઇ.ના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ ટેલીફોનીક સંદેશથી જણાવેલ કે, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયની ટીમ દ્વારા અટલજીના જન્મ દિવસે ખેડૂત સંમેલનનું પરશોતમભાઇ
રૂપાલાના માર્ગદર્શન નીચે આયોજન કરવા બદલ તેમની ટીમને અભિનંદન પાઠવુ છું. અમરેલીમાં ડેરી ઉધોગના કોઇ એંધાણ ન હતા અને નરેન્દ્રભાઇએ નિર્ણય લઇ પરશોતમભાઇ રૂપાલા સાથે મળી અમરેલીમાં શ્ર્વેતક્રાંતિનો પાયો નાખી પશુ પાલન વ્યવસાયને મજબુત બનાવેલ છે. અને અમર ડેરીમાં કોવિડ – 19 ના નિયમ મુજબ સોશ્યલ ડીસ્ટન્ટસ સાથે ખેડૂત સંમેલનનું આયોજન થયેલ છે. અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ જણાવેલ કે ભાજપના પ્રથમ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઇના સ્વપ્ન હર ખેત કો પાણી હર હાથ કો કામ ને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાકાર કરી રહયા છે તેના માટે તેમને અભિનંદન આપીએ તેટલા ઓછા છે તે મુખ્યમંત્રી હતા ત્યારે શ્ર્વેતક્રાંતિને પ્રોત્સાહન આપ્યુ વડાપ્રધાન થતા જ નર્મદા યોજનાને મંજુરી આપી ખેડુતોને પહેલેથી જ મદદ કરી રહયા છે ત્ યારે સમસ્ત ખેડુતો વતી અમે શ્રી નરેન્દ્રભાઇને કોલ આપીએ છીએ કે શ્રી નરેન્દ્રભાઇ આપ આગળ વધો અમે આપની સાથે જ છીએ.આ પ્રસંગે ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણીએ જણાવેલ કે, કેટલા સ્વાર્થી લોકો ખેડૂતોના નામે મેલુ રાજકારણ રમી રહયા છે. અને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને આંદોલન ચલાવી રહયા છે. અમરેલી જીલ્લા સ.ખ.વે. સંઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયાએ ગુડ ગવર્નસડે અમરે ડેરીમાં યોજાયેલ ખેડૂત સંમેલન બદલ અશ્વિનભાઇ સાવલીયાને બિરદાવ્યા હતા. આ ખેડૂત સંમેલનમાં સહકારી ક્ષેત્રના હોદેદારો અને ખેડૂત ભાઇઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા છે. વિરોધીઓ દ્વારા ખેડૂતોને ભરમાવવાનું ષડયંત્ર ચાલી રહયુ છે. આપણા સહકાર શીરોમણી દિલીપભાઇ સંઘાણી 2015 માં નાફેડ ફડચામાં જાતી સહકારી સંસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વાત કરતા આ સંસ્થાને બેઠી કરવા સરકારે ફંડ આપી ખેડૂતોનો માલ ખરીદી કરવાનું સંસ્થાના માધ્યમથી શરૂ કરવામાં આવતા રૂા. 1 હજાર કરોડની ખોટ કરતી સંસ્થા નાફેડે રૂા. 700 કરોડનો નફો કરી સહકારી મંડળીઓને 20 ટકા લેખે ડિવીડંડ આપેલ. અમરેલી જીલ્લા મ.સ.બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલે જણાવેલ કે, કૃષિ કાયદા બીલ વિરોધમાં પંજાબ અને હરિયાણા ખેડૂતો આંદોલન કરે છે. તે સામે પ્રધાનમંત્રીના સંદેશને સાચી રીતે આગળ વધારવાનો છે. બે મોઢાની વાતો કરનારાઓને ખેડૂતો ઓળખે છે. અને આપણી જમીન સરકાર લઇ લેવાની નથી. ખેડૂતો નકકી કરે તે મુજબ કોન્ટ્રાક ફાર્મીગથી આપણે ભાવ નકકી કરવાના છે. આ પ્રસંગે અમરેલી જીલ્લા સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણીએ જણાવેલ કે, આજના સુશાસન દિવસ નીમીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોના ખાતામાં સીધા નાણા જમા કરાવશે. સારૂ કરે તેનો સામેવાળા વિરોધ કર્યા કરે છે. તો તમે અત્યાર સુધીમાં ખેડૂતોને શુ આપ્યુ ? નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે સારો કાયદો ઘડયો છે. ત્યારે પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના નામે કેટલા સ્વાર્થી લોકો ખીચડી પકાવી રહયા છે. આ પ્રસંગે આભાર વીધી અમરડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ સંબોધન કરી આયોજન બદલ અભીનંદન પાઠવેલા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, ભાવનાબેન ગોંડલીયા, જીલ્લા બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયા, અમર ડેરીના એમ.ડી. ડો. આર.એસ. પટેલ, તેમજ સહકારી સંસ્થાઓના ડીરેકટરો ઉપસ્થિત રહયા હતા. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું વિડિયો કોન્ફરન્સથી લાઇવ પ્રસારણ તેમજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોને સંબોધન કર્યુ હતું. 18 હજાર કરોડ ઉપરાંતની રકમ દેશના ભરના ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી.