અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી તો સૈનિકો જડબાતોડ જવાબ આપશે: રાજનાથ સિંહ

  • તેજસ વિમાનના ઓર્ડરથી ૫૦ હજાર લોકોને રોજગાર મળશે

ભારત-ચીનની ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથિંસહે બેંગ્લુરુમાં ભૂતપૂર્વ સૈનિકોને સંબોધન કરતાં કહૃાું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો કોઈ મહાસત્તા અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવા માગે છે તો અમારા સૈનિકો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. સિંહે વધુમાં કહૃાું હતું કે ભારત કોઈની સાથે સંઘર્ષ ઇચ્છતો નથી, તે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે કારણ કે તે અમારા લોહી અને સંસ્કૃતિમાં છે.

વેટરન્સ ડે નિમિત્તે રક્ષા મંત્રીએ કહૃાું કે ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જે આખા વિશ્વને પોતાનો પરિવાર માને છે. વસુધૈવ કુટુંબકમનો સંદેશ પણ અહીંથી સમગ્ર વિશ્વમાં ગયો છે. તેમણે વધુમાં કહૃાું કે, આપણા સૈન્યના સૈનિકોએ જે શૌર્ય અને પરાક્રમનો પરિચય આપ્યો છે તે અભૂતપૂર્વ છે. અમે ભારતના સન્માન પર કોઈ પણ રીતે આંચ આવવા દઈશું નહીં. ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ દરમિયાન અમારા સૈનિકોએ અદમ્ય સાહસ અને ધૈર્યનો પરચો દેખાડ્યો છે. અને તેનું વર્ણન કરવામાં આવે તો દરેક ભારતીય ગર્વ અનુભવે છે.

સિંહે વધુમાં કહૃાું કે અમે એચએએલને ૮૩ સ્વદેશી એલસીએ તેજસ વિમાનનો ઓર્ડર આપ્યો છે. આ ભારતમાં બનાવવામાં આવશે. તેમાં લગભગ ૫૦૦ એમએસએમઇ અને નાની કંપનીઓને કામ કરશે. આનાથી ૫૦,૦૦૦થી વધુ લોકોને રોજગાર મળશે.