અમારા માટે કર્મચારીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે: ટ્વિટર

અમેરિકી સોશિયલ મીડિયા કંપની ટ્વિટરએ એક ઔપચારિક વાતચીત માટે કેન્દ્રીય આઈટી મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે. સરકારે ટ્વીટરને કેટલાક ટ્વીટર હેન્ડલ્સની યાદી મોકલી હતી અને તે ખેડૂત આંદૃોલન મુદ્દે ભડકાઉ અને ભ્રામક સામગ્રી ફેલાવવાની ગતિવિધિમાં સામેલ હોવાના દાવા સાથે તેને દૂર કરવા જણાવ્યું હતું. ટ્વીટર તરફથી મળતા અહેવાલ પ્રમાણે તેણે વાતચીત માટે સરકારનો સંપર્ક સાધ્યો છે અને તેમના માટે તેમના કર્મચારીઓની સુરક્ષા સૌથી મહત્વની છે. ટ્વીટરની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે જ્યારે સરકારે ૧,૦૦૦થી વધારે એકાઉન્ટ્સને ટ્વીટર પરથી હટાવવા કહૃાું છે.

ટ્વીટરના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરી કહૃાું કે, “અમારા માટે અમારા કર્મચારીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે ભારત સરકાર સાથે સંપૂર્ણ સન્માન સાથે સંપર્કમાં છીએ અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના આદરણીય મંત્રીનો એક ઔપચારિક વાતચીત માટે સંપર્ક કરેલો છે.” વધુમાં કંપનીએ પોતાને સરકાર તરફથી નોન કમ્પ્લાયન્સ નોટિસ મળ્યાની વાતનો પણ સ્વીકાર કર્યો છે. સત્તાવાર સૂત્રોના અહેવાલ પ્રમાણે સરકારે ટ્વીટરને ૧,૧૭૮ હેન્ડલ્સના નામ આપીને તેને દૂર કરવા કહૃાું હતું. સરકારે તે તમામ એકાઉન્ટ્સને પાકિસ્તાન સમર્થિત અને ખાલિસ્તાન સમર્થકોના હેન્ડલ ગણાવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ટ્વીટરે હજુ સુધી આ આદેશનું પાલન નથી કર્યું.