અમારી બેન થોડી શોખીન છે ફ્રેન્ડ પાસે નીચા જોણુ થાય આઇફોન ને બદલે એમઆઇનો ફોન અપાતા સગાઇ તુટી

  • અમે છોકરી વાળા છીએ અમારે જેવુ જોઇએ એવુ સારૂ મળી શકે પણ આ તો તમે માણસો સારા છો એટલે…
  • કન્યાની મોટી બહેને સસરાને મોબાઇલ મામલે ફોન કરતા સગાઇ તુટયાંની ઓડીયો કલીપ વાયરલ થઇ : સોળ શણગારમાં હવે મોબાઇલનો સમાવેશ જરૂરી

અમરેલી,
સોશ્યલ મિડીયા સામાજિક ઘટનાઓ રજુ કરવા માટેનું સીધુ પ્લેટફોર્મ બની ગયુ છે સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલી બે ઓડિયો કલીપે દરેક દિકરા દિકરીના મા બાપને વિચારતા કરી મુક્યા છે.
છેલ્લા એક દિવસથી વાયરલ થયેલી ઓડિયો કલીપમાં સગાઇ થયેલ છોકરીની મોટી બહેન છોકરીના ભાવી સસરા સાથે ફોનમાં વાતચીત કરે છે જેમાં અમારી હીના લાડકી છે તેને એમઆઇ કંપનીનો મોબાઇલ ફોન તમારા દિકરાએ આપતા કોઇ પુછે કે ક્યો ફોન આપ્યો છે તો એમઆઇનું નામ આવે એટલે નીચા જોણુ થાય અમારી હીના આઇફોનની શૌખીન છે અમે લાડથી રાખી છે તેને એમઆઇ સિવાયની ગમે તે કંપનીનો ફોન આપો તે મતલબની વાતચીત કરે છે અને સામે એ લાડકીના ભાવી સસરા હા પાડી એ પણ જણાવે છે કે એ એમઆઇનો મોબાઇલ પણ સાડા તેર હજારનો છે અને છતા બદલાવી આપશે.
બીજી કલીપમાં એ છોકરીની જ બહેન છોકરીના ભાવી સાસુ સાથે વાત કરે છે કે તમે સગાઇ કેમ તોડી નાખી અને અમે દિકરી વાળા છીએ અમને જેવુ જોઇએ એવુ સારૂ ઠેકાણુ મળી શકે છે વાત તો ખાલી મોબાઇલ બદલવાની હતી.જવાબમાં એપલ ફોન માંગનાર કન્યાના ભાવી સાસુ કહે છે કે અમારામાં એવુ ક્યારેય બન્યુ નથી કે ઘરના મોભી સાથે સીધી વાત થઇ હોય અને આ મોબાઇલ જેવી વાતમાં તેને સીધો ફોન થાય આજે આઇફોન માંગ્યો છે કાલે બીજુ કાંઇ માંગે માટે જય સ્વામિનારાયણ તે મતલબની કલીપો સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ છે અને તેની સાથે જ મોબાઇલની આ ઘટના ઉપરથી વ્યંગભર્યુ એક લખાણ પણ ફરતુ થયુ છે જેમાં હીના હથવારો તારી બેને કરાવ્યો ફોક એમઆઇ કંપનીના ફોનથી હવે બીવા લાગ્યા લોક જેવા રમુજી લખાણે તરખાટ મચાવ્યો છે.