અમારી બોડી લેન્ગવેજ અને ઇન્ટેન્સિટી બરાબર નહોતી: કોહલી

કોહલીએ કહૃાું કે, મને લાગે છે કે અમે પ્રથમ દાવમાં બોલ સાથે ઇંગ્લિશ ટીમ પર પ્રેસર નહોતું નાખ્યું. ફાસ્ટ બોલર્સ અને અશ્ર્વિને સારી બોલિંગ કરી, પરંતુ અમારે તેમના બેટ્સમેનને વધુ બાંધીને રાખવાની જરૂર હતી. રન ઓછા આપ્યા હોત તો ચોક્કસ દબાણ બનત. જોકે, એ વસ્તુ પણ સમજવી જરૂરી છે કે આ એક સ્લો વિકેટ હતી અને શરૂઆતના બે દિવસોમાં બોલર્સને કોઈ મદદ નહોતી મળતી. બેટ્સમેન સરળતાથી સ્ટ્રાઇક રોટેટ કરી શકતા હતા. ઇંગ્લેન્ડને પણ ક્રેડિટ આપવો પડે, એમણે જે રીતે અનુકૂળ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને મોટો સ્કોર કર્યો. અમારી બોડી લેન્ગ્વેજ બરાબર નહોતી અને ઇન્ટેન્સિટી લેવલ પણ યોગ્ય નહોતું.

તેણે વધુમાં ઉમેર્યું કે, ફર્સ્ટ ઇનિંગ્સમાં ટોપ-૪ બેટ્સમેનનો દેખાવ માભા પ્રમાણે નહોતો. અમારે સમજવાની જરૂર છે કે અમે આ ગેમમાં શું આ બરાબર કર્યું અને શું ન કર્યું. એક ટીમ તરીકે અમે સતત ઈમ્પ્રુવ કરવા માગીએ છીએ. આ મેચમાં ઇંગ્લિશ ટીમે વધુ પ્રોફેશનલ રમત દાખવી હતી.