અમિતાભ બચ્ચને બાબા કા ધાબાના માલિકને ૫.૫ લાખની મદદ કરી હતી

‘બાબા કા ધાબાનું ભાગ્ય બદલાઈ ગયું છે એ તો આપણા બધાએ જોયુ છે, પરંતુ બાબાના મુરીદ અમિતાભ બચ્ચન પણ છે, આવુ કોઇએ વિચાર્યું પણ નહતુ. પરંતુ આ વાતનો ખુલાસો કેબીસી (કૌન બનેગા કરોડપતિ) માં પોતે સદીના મહાન નાયક અમિતાભ બચ્ચને કર્યો છે.

આટલું જ નહીં ‘બાબા કા ધાબાના માલિકની મદદ કરનારા લોકોમાં પોતે બીગ પણ સામેલ છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું કે અમિતાભ બચ્ચને કોઈને પર્સનલી મોકલીને ૫.૫ લાખ રૂપિયાની મદદ કરી હતી.

હકીકતમાં શુક્રવારે કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામે બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન હોટસીટ પર હાજર હતી. આ દરમિયાન એક પ્રશ્ર્નની વચ્ચે બિગ બીએ કહૃાું કે હવે લોકો સોશિયલ મીડિયા પર ઉભા થતા કોઈ પણ મુદ્દા પર લોકો દિલ ખોલીને મદદ કરવા પહોંચી જાય છે.

બિગ બી આગળ જણાવે છે કે લોકડાઉન દરમિયાન દિલ્હીમાં ઢાબા ચલાવનારા બાબા કેવી રીતે આર્થિક સંકળામણમાં પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે બાબાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે થોડા જ દિવસોમાં લોકોની ભીડ ત્યાં પહોંચવા લાગી હતી અને ધંધો શરૂ થઇ ગયો. બાબાની આ વાર્તાનો ઉલ્લેખ રવિના ટંડને પણ કર્યો. રવિનાએ જણાવ્યું કે બાબાએ હવે એક નવી રેસ્ટોરન્ટ પણ ખોલી છે.

કેબીસીમાં ઢાબાવાળાનો ઉલ્લેખ થયા પછી જ્યારે બાબા સાથે વાત કરવામાં આવી તો તેમણે પોતે જણાવ્યું કે અમિતાભ બચ્ચને મદદ માટે ૫.૫ લાખ રૂપિયા મોકલ્યા હતા. બાબાએ જણાવ્યું કે અમિતાભ બચ્ચન તરફથી એક વ્યક્તિ આવ્યો હતો, તેણે ૫.૫ લાખ રૂપિયા આપ્યા હતા.