અમિતાભ બચ્ચને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, હાલમાં એકદમ સ્વસ્થ

૭૮ વર્ષીય અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તેઓ અવાર-નવાર પોતાની રૂટિન લાઈફ અંગે અપડેટ આપતા હોય છે. હાલમાં જ અમિતાભે બ્લોગમાં પોતાની તબિયત અંગે એવી વાત કરી હતી કે ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા છે. અમિતાભે કહૃાું હતું કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેમને સર્જરી કરાવવી પડશે. હવે અમિતાભ બચ્ચનના ફૅન ગ્રુપે દિવ્યભાસ્કર સાથે ચેટનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે.

આ સ્ક્રીનશોટ પ્રમાણે, ગઈકાલે એટલે કે ૨૭ ફેબ્રુઆરીના રોજ અમિતાભ બચ્ચનનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં તેઓ પોતાના જલસા બંગલામાં છે અને એકદમ સ્વસ્થ છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં માત્ર એક જ લાઈન લખી છે. આ એક લાઈને તમામને ચિંતામાં મૂકી દીધા હતાં. તેમણે પોતાના બ્લોગમાં કહૃાું હતું, ’મેડિકલ કંડિશન…સર્જરી…હું વધુ લખી શકતો નથી. એબી.’ આ બ્લોગ અમિતાભે ૨૭ ફેબ્રુઆરીએ લખ્યો છે.