અમિતાભ બચ્ચને મોનોલોગ બોલીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી અને ક્રિસ્ટલ ડિસોઝા સ્ટારર ફિલ્મ ચેહરે ૨૭ ઓગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર રૂમી જાફરી અને પ્રોડ્યુસર આનંદ પંડિત છે. ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો સ્લોવાકિયાના ગાઢ જંગલો તથા બરફ વર્ષામાં શૂટ કરવામાં આવ્યો છે. માઈનસ ૨થી ૫ ડિગ્રીમાં શૂટિંગ થયું છે. આમ તો આવો માહોલ શિમલામાં પણ મળી શકે તેમ હતો. જોકે, ત્યાં અમિતાભને કારણે ભારે ભીડ જમા થતી હોવાને કારણે મેકર્સ તથા પ્રોડ્યૂસર્સે સ્લોવાકિયામાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું.‘પ્યાર કા પંચનામા ફિલ્મમાં કાર્તિક આર્યને ૭ મિનિટનો લાંબો ડાયલોગ બોલીને લોકોના દિલ જીતી લીધા હતા, એ પછી હવે અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ ‘ચેહરેમાં ૮ મિનિટનો મોનોલોગ બોલીને કાર્તિકનો રેકોર્ડ તોડ્યો છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, બિગ બીએ જાતે આ ૮ મિનિટનો ડાયલોગ લખ્યો છે અને એક જ ટેકમાં પૂરો કર્યો. આ મોનોલોગ મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા પર તૈયાર કરવામાં આવ્યો છે. તેનો વીડિયો મહિલાઓની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે. અમિતાભના મોનોલોગ પર પ્રોડ્યુસર આનંદ પંડિતે કહૃાું, દુનિયાના કોઈ પણ એક્ટરે કોઈ પણ મુદ્દા પર આટલો મોટો ડાયલોગ ડિલીવર કર્યો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે, આ આઈડિયા બચ્ચન સાહેબનો હતો. તેમનું કહેવું હતું કે, ફિલ્મમાં રેપ અને મહિલા સુરક્ષા પર બોલવામાં આવેલો આ ડાયલોગ યુનિવર્સલ લેવલ પર પોતાની છાપ છોડશે અને બિગ બી સાચા હતા. વધુમાં આનંદ પંડિતે કહૃાું, અમિતાભ બચ્ચને લખેલી આ લાઈન તેમણે સિંગલ ટેકમાં પર્ફોર્મ કરી છે. શૂટ પૂરું થયા પછી અમે બધાએ તેમના માટે ખૂબ તાલીઓ પાડી હતી. હવે અમે આ ૮ મિનિટના મોનોલોગને વીમેન સેટીના વીડિયોની જેમ બનાવવાનું વિચારી રહૃાા છે. મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે દરેક ઓર્ગેનાઈઝેશનમાં મફતમાં આપવામાં આવશે.