અમિતાભ બચ્ચન અને એકતા કપૂર આ વર્ષે દિવાળીની ઉજવણી નહીં કરે

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર દીવાળીના તહેવારની શાનદાર પાર્ટીના આયોજન માટે જાણીતા છે. તેમની પાર્ટીઓમાં ટીવી અને ફિલ્મોના ટોચના કલાકારો દિલ ખોલીને આનંદ માણતા હોય છે. પરંતુ આ વરસે આ બન્ને જણા દીવાળીનો તહેવાર દરવરસની માફક નહીં ઉજવે.

અમિતાભ બચ્ચન અને એકતા કપૂર રિશી કપૂરના નિધનના શોક તેમજ કોરોના મહામારીના કારણે તેમણે આ પર્વ ફક્ત પોતાના પરિવાર સાથે જ મનાવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ અને એકતા બન્નેનો રિશીના પરિવાર સાથે ગાઢ સંબંધ છે.

અમિતાભની પુત્રી શ્ર્વેતા બચ્ચનના લગ્ન રિશીના ભત્રીજા નિખિલ નંદા સાથે થયા છે. આ રીતે તેઓ સંબંધી પણ છે.  એકતા કપૂર પણ રિશીના પરિવારને પોતાનો પરિવાર માને છે. તેણે પણ આ જ કારણ આપીને દીવાળીની પાર્ટી રાખવાનો ઇનકાર કર્યો છે. રિશી ઉપરાંત કોરોના મહામારીના કારણે પણ દીવાળીની પાર્ટી કરવામાં આવશે નહીં. અમિતાભ અને તેનો પરિવાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેથી એક જગ્યા પર વધુ લોકો એકત્રિત થાય તે હાલની પરિસ્થિતિથી શક્ય ન હોવાથી દીવાળીની ઊજવણી કરવામાં આવશે નહીં.