અમિતાભ બચ્ચન પરનો જોક સાંભળીને અભિષેક બચ્ચને શો માંથી અધવચ્ચે મૂકી ચાલતો થયો

અમિતાભ બચ્ચનની જેમ અભિષેક બચ્ચનની ઈમેજ પણ શાંત અને ઠરેલ વ્યક્તિની છે. વિવાદથી દૃૂર અને કામમાં વ્યસ્ત રહેવાની પિતા-પુત્રની પ્રકૃતિ જગજાહેર છે. જો કે અમિતાભ બચ્ચન પરનો જોક સાંભળીને અભિષેક બચ્ચને પિત્તો ગુમાવ્યો હતો અને કોમેડિયનને રીતસરનો ધમકાવી નાખ્યો હતો અને અધવચ્ચે શો પડતો મૂકીને ચાલતી પકડી હતી. આ કિસ્સો રિયાલિટી શો ‘કેસ તો બનતા હૈના શૂટિંગ દરમિયાન બન્યો હતો. કેસ તો બનતા હૈના શૂટિંગ દરમિયાન કોમેડિયન પરિતોષ ત્રિપાઠીએ રોજી રળવા બાબતે અભિષેકને ટ્રોલ કર્યો હતો. શોના હોસ્ટ રિતેશ દૃેશમુખ પણ હાજર હતા. આ સમયે અભિષેકે શૂટિંગ બંધ કરવાનું કહૃાુ હતું અને ઊભા થઈને ચાલવા માંડ્યા હતા. આ જોઈને રિતેશ અને પરિતોષ ઉપરાંત શોના જજ વરુણ શર્મા મૂંઝવણમાં મૂકાયા હતા. અભિષેકે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વધારે પડતું થઈ રહૃાું છે. હું અહીંયા ભાગ લઈ રહૃાો છું. તેમાં માતા-પિતાને વચ્ચે લાવવાની જરૂર નથી. જોક્સ મારા સુધી જ રાખો. પિતાજીની બાબતમાં હું થોડો સેન્સિટિવ થઈ જાઉ છું. અભિષેકને નારાજ જોઈને પરિતોષે પણ સ્પષ્ટતા કરી હતી કે, તે પોતે પણ અમિતાભ બચ્ચનનો ફેન છે. જો કે અભિષેકે પોતાની વાત પકડી રાખતા કહૃાું હતું, કોમેડી પણ તેની મર્યાદામાં સારી લાગે છે. અગાઉ રિયાલિટી શોના એક પ્રોમોમાં પણ અભિષેકની મજાક ઊડાવવામાં આવી હતી. અભિષેક સેટ પરથી સામાન ચોરતા હોવાની ટીખળ થતાં અભિષેકે હાજરજવાબી સ્વભાવ બતાવ્યો હતો. તેમણે કહૃાું હતું કે, માત્ર સામાન નહીં, હીરોઈન ઐશ્ર્વર્યા રાય બચ્ચનને પણ તે ચોરી લાવ્યા છે. આ શોના બીજા પ્રોમોમાં અભિષેકના વોક આઉટનું આ શ્ય દર્શાવાયુ હતું.