અમૃતા અરોરાએ તેના ઘરે યોજી નાનકડી પાર્ટી, બોલિવુડના કેટલાક સેલેબ્સ ઉપસ્થિત રહૃાા

અમૃતા અરોરાએ તેના ઘરે નાનકડી પાર્ટી યોજી હતી. જેમાં બોલિવુડના કેટલાક સેલેબ્સ ઉપસ્થિત રહૃાા હતા. આ મહેમાનોના લિસ્ટમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, કરણ જોહર, કરિશ્મા કપૂર, સંજય કપૂર, મહીપ કપૂર, ગૌરી ખાન, સીમા ખાન, મનિષ મલ્હોત્રા અને નતાશા પૂનાવાલાનો સમાવેશ થાય છે.

અમૃતા અરોરાના ઘરે યોજાયેલી પાર્ટીમાં અર્જૂન કપૂરે તેની ગેંગ સાથે સેલ્ફી લીધી હતી, જે અમૃતા અરોરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી.

પાર્ટીમાંથી અન્ય કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં મલાઈકા અરોરાની સાથે અર્જુન કપૂર રોમાન્ટિક પોઝ આપતો જોવા મળી રહૃાો છે. આ સિવાય કરણ જોહરે પણ એક સેલ્ફી શેર કરી છે. જેમાં ગર્લ ગેંગ એટલે કે કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા અને નતાશા પૂનાવાલા જોવા મળી રહી છે.

અમૃતા અરોરાના ઘરે યોજાયેલી પાર્ટીમાં કરિશ્મા કપૂરે લૂઝ શર્ટ અને પ્લાઝો પેન્ટ પહેર્યું હતું. જેમાં તેણે ઈન કરીને રાખ્યું હતું. તો અર્જુન કપૂર કેઝ્યૂઅલ લૂકમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક પેન્ટ અને વાદળી ટી-શર્ટ પહેર્યું હતું.