અમૃતા રાવના દીકરા વીરની પહેલી તસવીર આવી સામે, ખડખડાટ હસતો જોવા મળ્યો

અમૃતા રાવ પોતાને ’૨૦૨૦ મોમ’ ગણાવે છે. ગયા વર્ષની પહેલી નવેમ્બરે એક્ટ્રેસે દીકરાનો જન્મ આપ્યો હતો. અમૃતા અને તેના પતિ આરજે અનમોલે તેમના ખુશીઓના ખજાનાને ’વીર’ નામ આપ્યું છે. અમૃતાનું કહેવું છે, ’અનમોલ અને હું સ્વદેશાભિમાની છીએ. વીર નામ અનમોલની પહેલી પસંદ અને મને પણ તે ગમ્યું હતું’. દીકરાના જન્મ બાદ એક્ટ્રેસનું જીવન એકદમ બદલાઈ ગયું છે, પરંતુ તે તેની દરેક ક્ષણને પ્રેમ કરે છે.

અમૃતાએ કહૃાું, ’હું વીરના શિડ્યૂલ અને મારી વર્ક મીટિંગ વચ્ચે બેલેન્સ જાળવું છું. હવે દિવસ ટૂંકા થઈ ગયા છે, રાત લાંબી થઈ ગઈ છે, કપડા ગંદા થઈ ગયા છે, પરંતુ હેન્ડ્સ-ઓન મોમ બનવું તે તમારા બાળકને એકદમ નજીકથી ઓળખવાનો એકમાત્ર રસ્તો છે. હું પોતાને વધારે મજબૂત, સમજદાર અનુભવું છું. આ સિવાય મને ગર્વ છે કે મેં પડકારને ઝીલ્યો’.

અમૃતા રાવ અને આરજે અનમોલનો દીકરો વીર ચાર મહિનાનો થઈ ગયો છે. કપલે અત્યાર સુધી ફેન્સને તેનો ચહેરો દેખાડ્યો નહોતો. પરંતુ, હવે તેમની ફેમિલી તસવીર સામે આવી છે. જેમાં નાનકડો વીર પણ આંખો બંધ કરીને ખડખડાટ હસતો જોવા મળી રહૃાો છે.

એક્ટ્રેસે કહૃાું, ’હું રોજ વીર સામે જોઉ છું અને વિચારું છું કે, ’તે સાચેમાં છે?’. પહેલીવાત જે બાળક તમને શીખવે છે તે છે ટાઈમ મેનેજમેન્ટ અને શિસ્તતા. માતૃત્વ એ ભાવનાઓનું મિશ્રણ છે. રોજ આશ્ર્ચર્ય, ઉત્તેજના, થાક, પ્રેમ, હતાશા, આનંદ, મનોરંજન ઘણી બધી ભાવનાઓ હોય છે’.

અમૃતાએ કહૃાું, ’મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું હેન્ડ્સ-ઓન મોમ બનીશ. અમારા પ્રોફેશનના કારણે હું અને અનમોલ બધું અમારી જાતે કરીએ છીએ. વીરને નવડાવવાથી લઈને મસાજ કરવું, ડાયપર બદલાવ તેમજ તેની સાથે રમવા સુધી. અને હા, જ્યારે પણ હું અરીસામાં જોઉ છું ત્યારે તેવી છોકરી જેવી લાગુ છું જે કોલેજથી ઘરે પાછી આવી છે’.