અમેરિકન ટેનિસ સ્ટાર સેમ ક્વેરીનો પૂરો પરિવાર પોઝિટીવ, રશિયા છોડતા થયો વિવાદ

રશિયામાં યોજાનારી સેંટ. પીટર્સબર્ગમાં ભાગ લેવા પહોંચેલા અમેરિકન ટેનિસ સ્ટાર સેમ ક્વેરી અને તેના પરિવારનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. સામાન્ય રીતે કોરોના પોઝિટીવ આવનારા વ્યક્તિને જે તે સ્થળે જ ક્વોરન્ટાઈન રાખીને સારવાર આપવામાં આવે છે. જોકે સેમ ક્વેરી અને તેના પરિવારે ક્વોરન્ટાઈન રહેવાને બદલે પ્રાઈવેટ જેટમાં રશિયા છોડી દીધું હતું, જેના કારણે વિવાદ સર્જાયો છે. ક્વેરીની સાથે તેની પત્ની એબ્બી ડિક્ષન અને આઠ મહિનાના પુત્ર ફોર્ડ પણ પ્રવાસ ખેડી રહૃાા હતા અને તેમના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા હતા. કોરોના પોઝિટીવ હોવા છતાં ક્વોરન્ટાઈન રહેવાને બદલે પ્રાઈવેટ જેટમાં રશિયા છોડવાના સેમ ક્વેરીના નિર્ણય અંગે મેન્સ ટેનિસની સર્વોચ્ચ સંસ્થા એટીપીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને પ્રોટોકોલનું અત્યંત ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.
વર્લ્ડ રેંકિંગમાં ૪૯મો ક્રમાંક ધરાવતા ક્વેરીને સેંટ. પીટર્સબર્ગ ઓપનના પ્રથમ રાઉન્ડમાં કેનેડાના શાપોવાલોવ સામે રમવાનું હતુ. એટીપી આ મામલે અત્યંત ગંભીર છે. કોરોના મહામારી માટે નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલના ભંગ બદલ ક્વેરીને એક લાખ ડોલરનો (આશરે ૭૩ લાખ રૃપિયાથી વધુનો) દંડ થઈ શકે અને મહત્તમ ત્રણ વર્ષ સુધીના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. કોરોના પોઝિટીવ આવ્યા બાદ ક્વેરી અને તેના પરિવારને ફાઈવ સ્ટાર હોટલમાં ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી.
ત્યાર બાદ તેમને જણાવવામાં આવ્યું હતું કે, જો તેમનામાં કોરોનાના લક્ષણો દૃેખાશે તો તેમને ડોક્ટરની મુલાકાત લેવી પડશે અને ફરજીયાતપણે હોસ્પિટલમાં પણ રહેવું પડી શકે તેમ છે. સેમ ક્વેરી અને તેની પત્ની ડિક્ષનને ભય હતો કે, હળવા લક્ષણોને કારણે તેમને તેમના બાળકથી અલગ કરી દૃેવામાં આવશે. આ કારણે તેઓએ પ્રાઈવેટ જેટ કરાવીને રશિયા છોડી દીધું હતુ. હાલમાં તેઓ યુરોપીયન દૃેશ (રશિયા)ની નજીક જ અજ્ઞાત સ્થળે છે.