અમેરિકન સંસદમાં હિંસા: સેનેટે ટ્રમ્પને આપી ક્લીન ચીટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બીજી વખત મહાભિયોગની કાર્યવાહીમાંથી છૂટકારો મળ્યો છે. ૬ જાન્યુઆરીએ અમેરિકાની સંસદ કેપિટલ બિલ્ડિંગમાં થયેલા તોફાનોને લઈને ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી હાથ ધરાઈ અને સેનેટમાં મતદાન થયું હતું. સેનેટમાં થયેલા મતદાનમાં ૫૭ સેનેટરોએ ટ્રમ્પને દોષી તેમજ ૪૩ સેનેટરોએ નિર્દૃેષ ગણાવતા મત આપ્યો હતો. સેનેટમાં ટ્રમ્પને દોષી ઠેરવવા માટે સેનેટરોની બે તૃતિયાંશ બહુમતિ નહીં મળતા ટ્રમ્પ નિર્દૃોષ ઠર્યા છે. અગાઉ પણ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમાં તેમને મુક્તિ મળી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિર્ણયને આવકાર્યો હતો અને પોતાની વિરુદ્ધ ચાલી રહેલી આ કાર્યવાહીને યુએસના ઈતિહાસમાં સૌથી ખરાબ વિચહન્ટનો બીજો તબક્કો હોવાનું ગણાવ્યું હતું રાજકારણમાં પોતાનો દબદબો જાળવી રાખવા તેમજ હવે પછીની ચૂંટણીમાં ઝંપલાવવાનો ઈરાદો વ્યક્ત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, મેક અમેરિકા ગ્રેટ માટે દેશભક્ત અને સુંદર અભિયાન હવે શરૂ થયું છે. વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ ટ્રમ્પ લોરિડામાં પોતાના ક્લબમાં રહી રહૃાા છે.
ટ્રાયલ વખતે સેનેટના રિપબ્લિકન નેતા એમ મૈકકોનેલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની સુનાવણીમાં તેમના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી હતી. કેસની સુનાવણી વખતે શનિવારે ગૃહમાં અંતિમ ચર્ચા પૂર્વે કેટલાક કલાકો માટે કાર્યવાહી ખોરવાઈ હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે સેનેટ સભ્ય કેસમાં સાક્ષીઓને બોલાવવા ઈચ્છતા હતા.
હાઉસના ઈમ્પીચમેન્ટ મેનેજર જેમી રસ્કિને જણાવ્યું કે તેઓ એક રિપબ્લિકન સાંસદને સાક્ષી તરીકે બોલાવવા ઈચ્છતા હતા, પરંતુ ટ્રમ્પના બચાવ પક્ષના વકીલો સાથે સહતમત થયા હતા કે તેમની જુબાનીમાં પુરાવા રજૂ કરવામાં આવે. પ્રાપ્ત વિગતો મુજબ ટ્રમ્પના વકીલોએ પોતાના સાક્ષીઓને બોલાવવાની ધમકી આપી હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિ, પ્રતિનિધિ સભાના ડેમોક્રેટ સ્પીકર, નેન્સી પેલોસી અને અન્ય લોકો સામેલ હતા. સેનેટે સાક્ષીઓને બોલાવવાની મંજૂરી માટે ૫૫-૪૫ વોટ આપ્યા હતા. જો કે સેનેટરો, હાઉસ પ્રોસિક્યુઝર્સ તેમજ બચાવ પક્ષના વકીલોએ સમજૂતિને રદ કરી હતી.
રિપબ્લિકન્સે પણ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી કરવા મતદાન કર્યું હતું. જો કે સેનેટમાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનનો પક્ષ ડેમોક્રેટ્સ બહુમતિ નહીં ધરાવતો હોવાથી ટ્રમ્પને દોષી ઠેરવવા માટે ૬૭ મત મેળવવામાં અસફળ રહૃાા હતા.
ટ્રમ્પ પર ૬ જાન્યુઆરીએ યુએસ સંસદ ભવન (કેપિટોલ) માં તોફાનોનો આરોપ હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. જોકે તેમણે આ આરોપને નકારી દીધો હતો. દરમિયાન મોટાભાગના રિપબ્લિકન ધારાસભ્યોએ સંકેત આપ્યો છે કે તેઓ ટ્રમ્પને દોષી ઠેરવવા માટે મતદાન નહીં કરે. મહાભિયોગની સુનાવણીના ઝડપી નિષ્કર્ષ માટે ચાર કલાકથી પણ ઓછો સમય લીધો.
ત્યારબાદ સેનેટરોને બંને પક્ષોના પ્રશ્ર્નો પૂછવા માટે ચાર કલાકનો સમય આપવામાં આવ્યો હતો. આ પહેલા સેનેટરોએ સંસદમાં બે દિવસીય બેઠક યોજી હતી જેમાં વીડિયો અને ઓડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ડેમોક્રેટિક વકીલોએ બતાવવાની કોશિશ કરી કે ટ્રમ્પ હિંસા ભડકાવવાનું વલણ ધરાવે છે. તેમણે તોફાનોને રોકવા માટે કંઇ જ કર્યું ન હતું, ન કોઈ દુ: ખ વ્યક્ત કર્યું, ન કોઈ દુ: ખ વ્યક્ત કર્યું.