અમેરિકન સિંગર જસ્ટિન ટાઉન્સ અર્લે માત્ર ૩૮ વર્ષની ઉંમરે થયું નિધન

વર્ષ ૨૦૨૦ બૉલિવૂડ માટે જ નહીં હૉલિવૂડ માટે પણ ખૂબ દૃુખદ સાબિત થઈ રહૃાું છે. અમેરિકાના લોકપ્રિય સિંગર પૈકીના એક જસ્ટિન ટાઉન્સ અર્લનું આકસ્મિક નિધન થઈ ગયું છે. તેઓ ૩૮ વર્ષના હતા. જસ્ટિન ટાઉન્સ અર્લના પરિવારે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર એક પોસ્ટ શૅર કરીને આ દૃુખદ જાણકારી આપી. સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા પરિવારના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, અમે ખૂબ દૃુ:ખ સાથે સૂચિત કરવું પડી રહૃાું છે કે અમારો દીકરો, પતિ, પિતા અને દોસ્ત જસ્ટિન ટાઉન્સ અર્લનું નિધન થયું છે. આપ પૈકી અનેક લોકો તેમના સંગીત અને ગીતતી અનેક વર્ષો સુધી જોડાયેલા રહૃાા અને અમને આશા છે કે તેમનું સંગીત આપની યાત્રાને માર્ગ દર્શાવવામાં મદદ કરતું રહેશે. આપ ખૂબ યાદ આવતા રહેશો વ્હાલા જસ્ટિન.
પરિવાર દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જસ્ટિન ટાઉન્સ અર્લના મોતના કારણનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ૪ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ જસ્ટિનનો જન્મ નૈશવિલેમાં થયો હતો. જસ્ટિને પોતાની કારકિર્દીની શરૂઆત સ્થાનિક બેન્ડ સાથે કરી હતી. તેઓએ પોતાની કારકિર્દીમાં આઠ આલ્મ બનાવ્યા છે. જસ્ટિન ટાઉન્સ અર્લ જીવનભર માદક પદાર્થ અને દારૂની લત સાથે ઝઝૂમતા રહૃાા. આ કારણથી તેમને પોતાના પિતા સ્ટીવ અર્લે બેન્ડમાંથી પણ હાંકી કાઢ્યા હતા. જસ્ટિન એ સિંગર સ્ટીવ અર્લના દીકરા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક હસ્તીઓએ ગાયકના નિધન પર દૃુ:ખ વ્યક્ત કર્યું અન જસ્ટિન ટાઉનસ અર્લની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.