અમેરિકાએ ભારતને પાકિસ્તાન-સિરિયા સાથે આતંકી દૃેશોની શ્રેણીમાં મૂક્યુ

  • ટ્રમ્પની ભારતને લપડાક: પોતાના નાગરિકોને ભારત ન જવાની સલાહ આપી
  • ભારતની યાત્રા માટે સૌથી ખરાબ માનવામાં આવતું રેટિંગ ૪ નિર્ધારીત કર્યુ, ભારતમાં કોરોના સિવાય અપરાધ અને આતંકવાદમાં વધારો થયો જેના કારણે નાગરિકો યાત્રા ન કરે: અમેરિકા

ભારતની સાથે મિત્રતાના તમામ દાવા કરનારા અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ આનુ કારણ ભારતમાં કોરોના સંકટ, અપરાધ અને આતંકવાદ જણાવ્યુ છે. એટલુ જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ ૪ નિર્ધારિત કર્યુ છે જેને સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં ભારત સિવાય યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન સામેલ છે.
અમેરિકાએ કહૃાુ કે ભારતમાં કોરોના સંકટ છે. આ સિવાય દૃેશમાં અપરાધ અને આતંકવાદમાં તેજી આવી છે. તેથી અમેરિકી નાગરિક ભારતની યાત્રા ન કરે. અમેરિકાએ પોતાની એડવાઈઝરીના કેટલાક અન્ય કારણોમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધ અને ઉગ્રવાદને પણ કારણ જણાવ્યુ છે. ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સંઘ (FAITH) એ ભારત સરકારને અરજી કરી છે કે તે અમેરિકા સરકાર પાસેથી ટ્રાવેલ એડવાઈઝરીને બદલવા માટે દબાણ કરે.
ફેથે કહૃાુ કે સરકાર આને પ્રાથમિકતાના આધારે ઉઠાવે જેથી દૃેશ વિશે બની રહેલી નકારાત્મક છબીને રોકવામાં આવી શકે. ફેથે કહૃાુ કે આ સમય પર્યટન ઉદ્યોગ કોરોના મહામારીના કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહૃાો છે અને જલ્દૃી જ ભારતમાં આ ઉદ્યોગ ફરીથી શરૂ કરવા જઈ રહૃાા છે. ૨૩ ઓગસ્ટે જારી આ ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારત સિવાય પાકિસ્તાન, સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવી હિંસા પ્રભાવિત દૃેશોને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતમાં પર્યટન ઉદ્યોગ માટે અમેરિકી પર્યટક દરેક મોસમમાં ઘણુ મહત્વના રહૃાા છે. એટલુ જ નહીં અમેરિકાથી આવનારા પર્યટક અન્ય દૃેશોની તુલનામાં સૌથી વધારે સમય સુધી ભારતમાં રહે છે. અમેરિકી પર્યટક જ્યાં ૨૯ દિવસ સુધી રહે છે ત્યાં અન્ય દૃેશોના લોકો ૨૨ દિવસ સુધી રહે છે. ફેથે કહૃાુ કે જો અમેરિકા સરકાર ભારતના પક્ષમાં ટ્રાવેલ એડવાઈઝરી જારી કરે છે તો આ ભારતમાં મુસાફરીને લઈને એક સારો માહોલ પેદા કરશે. આનાથી કોરોનાથી બંધ પડેલા પર્યટન ઉદ્યોગને ઘણી રાહત મળશે. આ અમેરિકી એડવાઈઝરીમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાઈરસના કારણે સીમા બંધ કરવામાં આવી શકે છે અને એરપોર્ટને બંધ કરી શકાય છે. યાત્રા પર પ્રતિબંધ લગાવી શકાય છે. લોકડાઉન લાગુ થઈ શકે છે. અમેરિકાના વિદૃેશ વિભાગે વિશેષ કરીને જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદ પર નહીં જવા માટે ચેતવણી જારી કરી છે. ફેથે કહૃાુ કે સીરિયા અને પાકિસ્તાનની યાદીમાં નાખેલા ભારત માટે ખૂબ ખરાબ સ્થિતિ છે.