અમેરિકાએ ભારતને ૧૦૦ મિલિયન ડોલરની મદદ કરી પણ ગઇ ક્યાં…?

કોરોનાની ભયાનક સ્થિતિની વચ્ચે દુનિયાભરના દેશ ભારતની મદદ માટે આગળ આવ્યા છે. અમેરિકાએ પણ કોરોના સંકટને પહોંચી વળવા માટે ભારતને મદદ મોકલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહૃાું છે કે, તેમનો દેશ ભારતની ઘણી જ મદદ કરી રહૃાો છે. બાઇડને કહૃાું કે, અમે ભારત અને બ્રાઝીલની ઘણી જ મદદ કરી રહૃાા છીએ. જ્યારે પીએમ મોદી સાથે વાત થઈ તો સમજમાં આવ્યું કે તેમને વેક્સિન બનાવવા સૌથી વધારે કાચા માલની જરૂરિયાત છે. અમે તેમને એ તમામ ચીજો મોકલી રહૃાા છીએ. અમે તેમને ઑક્સિજન મોકલી રહૃાા છીએ. અમને તેમની ઘણી મદદ કરી રહૃાા છીએ.

અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ સહિત અનેક દેશ ભારતની મદદ કરી રહૃાા છે. જો કે મોટા સ્તર પર આવી રહેલી વિદેશી મદદ છતા ભારતમાં કોરોના દર્દીઓ માટે ઑક્સિજન, દવાઓ અને અન્ય મેડિકલ સાધનોની તંગી પડી રહી છે. આવામાં એ પણ પ્રશ્ર્ન ઊભો થઈ રહૃાો છે કે દુનિયાભરથી આવી રહેલી મદદ ક્યાં જઈ રહી છે? સોમવારના અમેરિકાના વિદેશ મંત્રાલયની નિયમિત પ્રેસ કૉન્ફરન્સમાં પણ પત્રકારોએ આ પ્રશ્ર્ન પૂછ્યો?

અમેરિકાના વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે પ્રશ્ર્ન કર્યો કે,  ઉલ્લેખ કર્યો કે અમેરિકા ભારતને સતત મદદ મોકલી રહૃાું છે. આની લાંબી યાદૃી પણ બતાવવામાં આવી. તમે એ પણ કહૃાું કે, ભારતમાં જરૂરી ચીજો મોકલવાની દેખરેખ USAID ઇન્ડિયા કરી રહી છે. ભારતમાં USAID નું મોટું કાર્યલય પણ છે. આ સામાન ક્યાં જઇ રહૃાો છે? શું આની કોઈ દેખરેખ કરવામાં આવી રહી છે? ભારતના પત્રકારોનું કહેવું છે કે લોકો સુધી મદદ નથી પહોંચી રહી.”

આ પ્રશ્ર્ન પર અમેરિકાના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો. અમેરિકાના વિદેશ મંત્રાલયની ઉપ પ્રવક્તા જુલિના પોર્ટરે કહૃાું કે,  ફરી પુનરાવર્તન કરી રહી છું કે અમેરિકાએ યૂએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા ભારતને ૧૦૦ મિલિયન ડૉલરથી પણ વધારેની મદદ ઉપલબ્ધ કરાવી છે. હવે મદદના વિતરણની વાત છે. ભારત સરકારે અનુરોધ કર્યો હતો કે આ મદદ USAID ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને આપો અને ત્યાંથી એ ખાતરી કરવામાં આવે કે જેને ઘણી જ જરૂર હોય, તેમને ત્યાંથી જેટલું જલદી થઈ શકે મદદ મળે. આ ઉપરાંત જો તમારે વધારે જાણકારી જોઇએ તો ભારત સરકારનો સંપર્ક કરી શકો છો.”