અમેરિકાએ વિદૃેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

  • કોર્ટમાં ટ્રમ્પ સરકાર ઝૂકી, દખલ બાદ નિર્ણય પરત ખેંચ્યો
  • લાખો વિદૃેશી વિદ્યાર્થીઓને મળશે રાહત

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝા અંગે લેવાયેલા વિવાદિત નિર્ણયને અંતે કોર્ટના દખલ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે કોરોના દરમિયાન ઓનલાઇન વર્ગો માટે પસંદગી કરનારા વિદૃેશી વિદ્યાર્થીઓના વિઝા પાછા ખેંચી લેવામાં આવશે. હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય ઘણી સંસ્થાઓએ સરકાર વિરુદ્ધ કાયદાઓનો આશરો લીધો અને ૬ જુલાઇએ લીધેલા યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના નિર્ણયનો વિરોધ કર્યો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એલિસન બેરોએ કહૃાું હતું કે, પોતાનો નિર્ણય પાછો ખેંચવા સંમત થઈ છે.” નવા નિયમો લાગુ કરવામાં આવી રહૃાા નથી.
હાર્વર્ડ અને એમઆઈટીએ આઈસીઈ દ્વારા અપાયેલા આદૃેશને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. એવું કહેવામાં આવતું હતું કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગો લઈ રહૃાા છે, તેઓએ તેમના દૃેશમાં પાછા જવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે અનેક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં પણ લીધા હતા જેઓ ફરીથી કાર્યરત થવાની ઇચ્છા રાખે છે. યુનિવર્સિટીઓએ કહૃાું હતું કે જો આ પ્રકારનું પગલું લેવામાં આવે તો લોકોને ન તો માત્ર વ્યક્તિગત નુકસાન થશે પરંતુ તેમને આર્થિક નુકસાન પણ થશે. ૨૦૧૮ – ૧૯ ના શૈક્ષણિક વર્ષમાં યુ.એસ.માં લગભગ ૧ મિલિયન વિદૃેશી વિદ્યાર્થીઓ હતા.
અમરિકામાં રહીને ઓનલાઈન એજ્યુકેશન હાંસલ કરી રહેલા વિદૃેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના નિર્ણયને ટ્રમ્પ પ્રશાસને પરત લીધો છે. આ માહિતી મંગળવારે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી કોર્ટમાં આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી મોટી સંખ્યામાં અમેરિકામા અભ્યાસ કરતા વિદૃેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. અમેરિકાની એક કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયના ટ્રમ્પ પ્રશાસને પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી. જસ્ટિસ એલીસન બરોજે સુનાવણીમાં જણાવ્યું હતું કે સરકારે કરેલો નિર્ણય રદ કર્યો છે. સાથે જ આ મામલે ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલીક બંધ કરવા પણ સહમતી આપી છે.