અમેરિકાના ઇમિગ્રેશન નિર્ણય પર બોલ્યા નીતિન પટેલ: રાજ્ય સરકારે સીધુ કરવાનુ કાઈ થતુ નથી

ગાંધીનગર,
ગુજરાતમાં કૂદૃકેને ભૂસકે કોરોના વાયરસના દૃર્દૃીઓ અને ખતરો બન્ને વધી રહૃાો છે. ત્યારે આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મોટું નિવેદૃન આપ્યું છે. નીતિન પટેલે પોતાના નિવેદૃનમાં જણાવ્યું છે કે ગુજરાત અને દૃેશમાં કેસ વધી રહૃાા છે. જેના કારણે માસ્ક પહેરવું ફરજિયાત છે. વેપારીએ દૃુકાન, શોરૂમમાં પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. વધુ લોકો ભેગા થતા હોય ત્યાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. પરંતુ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનું કોઈ પણ વ્યક્તિ ઉલ્લંઘન કરશે તો માસ્ક નહીં પહેરનારાને રૂપિયા ૨૦૦નો દૃંડ ફટકારવામાં આવશે. નીતિન પટેલે ગાંધીનગરમાં આવેલા સ્વર્ણિણ સંકૂલમાં પણ ઓટોમેટિક સેનિટાઈઝેશન મશીન મુકાયું હોવાની જાહેરાત કરાઈ હતી.
આ સિવાય રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સેનિટાઈઝેશન માટે અનેક પ્રયત્નો થતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય તેમણે કોરોનાના કારણે સતર્કતા રાખવા માટે જણાવ્યું હતું કે ઘણી એવી સોસાયટીમાં પોતાના ખર્ચે સેનેટાઈઝીંગ માટે વ્યવસ્થા થઈ છે. અત્યાર સુધી કરોડો રુપિયાના ખર્ચે સરકારે પ્રયત્ન કર્યા છે. તો અમેરિકાએ ભણતા વિદ્યાર્થીઓ માટે આપેલા આંચકાજનક સમાચાર અંગે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી અંગે રજૂઆત કરાશે.
તેના માટે ભારત સરકાર ઉચ્ચકક્ષાએથી નિકાલ લાવે તેવી અપેક્ષા પણ સેવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સીધુ કરવાનુ કાઈ થતુ નથી. લાખો વિદ્યાર્થી અમેરીકામા ભણે છે, નોકરી કરે છે. જે વિઝા રદૃ થયા છે તે નુકશાનકારક છે. ભારત સરકાર આવા બધા લોકોને સુરક્ષા મળે એવી વ્યવસ્થા કરે એવી આશા છે. તેમણે જણાવ્યું કે, અમારા એક મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓને અમદૃાવાદૃની યુએન મહેતા હોસ્પિટલમાં દૃાખલ કરાયા છે. બધા ધારાસભ્યો અવારનવાર બધા લોકોને મળવા જતા હોય છે. તેથી તેઓને સંક્રમણ થાય છે.