અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને લાઇવ ટીવી પર કોરોના વેક્સિન લીધી

  • હવે ડરવાની જરૂર નથી: બાઇડન

    અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને કોરોના વેક્સિનની રસી મુકવામાં આવી છે. ૭૮ વર્ષીય બાઈડેન કોરોનાના હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. હાલ બાઈડેનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. લાઈવ ટીવી પર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને રસી મુકવામાં આવી. આ સમય પર બાઈડેને વૈજ્ઞાનિકો, મેડિકલ સ્ટાફ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો. તેમણે પીફિઝરની તરફથી વિક્સિત કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. અમેરિકામાં ફાઈઝરની કોરોના વેક્સિનને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
    ડેલાવેયરના ક્રિસ્ટિયાનાકેર હોસ્પિટલમાં એક નર્સે સોમવાર બપોરે ફાઈઝર અને વાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનનો પ્રથમ ડોઝ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને આપ્યો. બાઈડેને જનતામાં આત્મવિશ્ર્વાસ ઉજાગર કરવાના ઉદૃેશ્યથી કોરોના વેક્સિનનો ડોઝ લાઈવ ટીવી પર લીધો. તે દરમિયાન બાઈડેને કહૃાું, ચિંતાની કોઈ વાત નથી. વેક્સિન હવે ઉપલબ્ધ છે અને હું તમને બધાને વેક્સિન લેવાનો આગ્રહ કરું છું. અમેરિકામાં જાન્યુઆરીથી કોરોના વેક્સિન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે.
    બાઈડેને આ સંબંધમાં એક ટ્વીટ પણ કર્યું છે. તેમણે લખ્યું છે કે, કોરોના મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાએ જે અથક પરિશ્રમ કર્યો છે. તેને અમે ક્યારે ભૂલીશું નહીં. અમે બધા માટે આભારી છે. રસિકરણને લાઈવ દૃેખાળ્યા બાદ તેમણે કહૃાું કે અમેરિકાના લોકોમાં વિશ્ર્વાસ ઉજાગર કરવા માટે આ કરવામાં આવ્યું હતું. બાઈડેને કહૃાું કે, અમે જનતાને આ જણાવવા માંગીએ છે કે, વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને હવે ડરવાની કોઈ વાત નથી.