અમેરિકાના ન્યૂ મેક્સિકોના ફાર્મિંગટનમાં ગોળીબાર, ૪ લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા

ન્યૂ મેક્સિકો,તા.૧૬
અમેરિકામાં ફરી એકવાર ફાયિંરગની ઘટના સામે આવી છે. ન્યૂ મેક્સિકોના ફાર્મિંગટનમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે સોમવારે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે અથડામણ દૃરમિયાન શંકાસ્પદૃ બંદૃૂકધારી સ્થળ પર જ માર્યો ગયો હતો. પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક્ધાઉન્ટરમાં બે અધિકારીઓને ગોળી વાગી હતી, જેમાં એક સ્થાનિક પોલીસ અધિકારી અને ન્યૂ મેક્સિકો રાજ્યના પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. બંને અધિકારીઓને સાન જુઆન પ્રાદૃેશિક તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા.