અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના દિકરા હંટર બાઈડનના ઈલેઈલ લીક થઈ ગયા છે. જેમાં સનસનાટીપૂર્ણ ખુલાસા થયા છે. દાવો કરવામાં આવ્યો છે કે, હંટર બાઈડને લાખો ડોલર વેશ્યાઓ, ડ્રગ્સ અને લક્ઝરી ગાડીઓ પર ખર્ચ કર્યા હતાં. તેને ડ્રગ્સ, દારૂ અને સેક્સની લત લાગી ગઈ હતી.
એટલુ જ નહીં હંટર બાઈડનના પિતા રાષ્ટ્રપતિ હોવા છતાંયે હંટરને ટેક્સ ચોરીના કેસમાં જેલમાં જવાનો ડર લાગતો હતો. ડેઈલી મેલે હંટરના લેપટોપ પરથી એક્સપર્ટ દ્વારા ૧૦૩,૦૦૦ ટેક્સ મેસેજ, ૧૫૪,૦૦૦ ઈમેઈલ, ૨૦૦૦થી વધારે તસવીરો મેળવી હતી અને અનેક મહત્વના ખુલાસા થયા છે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેનનો પરિવાર ફરીથી વિવાદોમાં સપડાયો છે. જો બાઈડેનનો દીકરા હંટર બાઈડેનને ડ્રગ્સ અને સેક્સની લત હોવાનો ખુલાસો મીડિયા અહેવાલોમાં થયો હતો. એટલું જ નહીં, અસંખ્ય મેસેજ-વીડિયો-ફોટોઝ લીક થયા હતા.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના પરિવારની લાઈફસ્ટાઈલ વિવાદોમાં ઘેરાતી રહી છે. અગાઉ જો બાઈડેનની દીકરી એશ્ર્લેને ડ્રગ્સનું વ્યસન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ૧૯૯૯માં એશ્ર્લેની નશીલા પદાર્થો સાથે ધરપકડ પણ થઈ હતી. ત્યાર બાદ એશ્ર્લેની ડ્રગ્સની લત અંગે વારંવાર આરોપ લાગતો રહે છે.
એશ્ર્લે બાદ જો બાઈડેનનો ૫૧ વર્ષનો દીકરો હંટર બાઈડેન વિવાદમાં ઘેરાયો છે. હંટરના મેસેજ-વીડિયોઝ અને ફોટોઝ લીક થયા છે. લગભગ ૨૦૦૦ જેટલાં ફોટો-વીડિયોના આધારે દાવો કરવામાં આવી રહૃાો છે કે, હંટર બાઈડેન ડ્રગ્સ અને સેક્સ એડિક્ટેડ છે. હંટર બાઈડેનના ઘણાં ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં તે મહિલાઓ સાથે અર્ધનગ્ન સ્થિતિમાં જોવા મળે છે. શારીરિક સંબંધ બનાવતી વખતે હંટર પોતાના અને મહિલાઓના સંબંધોનો વીડિયો બનાવે છે એવો પણ દાવો અહેવાલોમાં થયો હતો.
હંટરે મહિલાના વાળ પકડયા હોય એવો ફોટો વાયરલ થયો હતો. બે ટોપલેસ મહિલાઓ સાથેની હંટરની તસવીરો પણ લીક થઈ છે. થોડા વર્ષો પહેલાં હંટરે ઓટોબાયોગ્રાફી લખી હતી, જેમાં તેના ડ્રગ્સ, દારુ અને શારીરિક સંબંધો બાબતે એકરાર કર્યો હતો. પરંતુ અહેવાલોમાં દાવો થયો હતો કે હંટરે જેટલી ડાર્કસાઈડ બતાવી હતી એના કરતાં ક્યાંય વધારે છે.